Home> Sports
Advertisement
Prev
Next

ICC Test Batting Rankings: છેલ્લા છ વર્ષમાં સૌથી ખરાબ રેન્કિંગ પર પહોંચ્યો કોહલી, શ્રેયસ અય્યરને થયો ફાયદો

ICC ટેસ્ટ બેટરોના રેન્કિંગમાં ટોપ-10માં બે ભારતીય સામેલ છે. રિષભ પંત છઠ્ઠા સ્થાને અને રોહિત શર્મા નવમાં સ્થાને હાજર છે. 

ICC Test Batting Rankings: છેલ્લા છ વર્ષમાં સૌથી ખરાબ રેન્કિંગ પર પહોંચ્યો કોહલી, શ્રેયસ અય્યરને થયો ફાયદો

નવી દિલ્હીઃ Virat Kohli Test Rankings: વિરાટ કોહલી (Virat Kohli) ટી20 ક્રિકેટમાં જોરદાર વાપસી કરી ચુક્યો છે પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેનું ખરાબ પ્રદર્શન જારી છે. તેની અસર એવી થઈ કે લેટેસ્ટ આઈસીસી ટેસ્ટ રેન્કિંગ્સમાં તે બે સ્થાનના નુકસાન સાથે 14માં ક્રમે ખસકી ગયો છે. આ છેલ્લા છ વર્ષમાં તેનું સૌથી ખરાબ ટેસ્ટ રેન્કિંગ છે. આ પહેલા નવેમ્બર 2016માં તે આ સ્થાન પર હતો. 

fallbacks

શ્રેયસ અય્યરની લાંબી છલાંગ
શ્રેયસ અય્યરે આ વર્ષે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં ખુબ રન બનાવ્યા છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બાંગ્લાદેશ સામે સિરીઝ બાદ રેન્કિંગમાં અય્યરને મોટો ફાયદો થયો છે. અય્યરે ટેસ્ટ રેન્કિંગમાં 10 સ્થાનની છલાંગ લગાવતા 16મું સ્થાન હાસિલ કર્યું છે. 

ટોપ-10માં ભારતના બે બેટર
બેટરોના રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન ટોપ પર યથાવત છે. ત્યારબાદ આ લિસ્ટમાં બાબર આઝમ, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ અને જો રૂટ ટોપ-5 બેટર છે. અહીં છઠ્ઠા સ્થાને રિષભ પંત છે. ત્યારબાદ કેન વિલિયમસન, દિમુથ કરૂણારત્ને, રોહિત શર્મા અને ઉસ્માન ખ્વાજાનો નંબર આવે છે. 

આઈસીસી રેન્કિંગ્સ- ટોપ 10 બોલર
ટેસ્ટ બોલરોમાં ટોપ-10માં કોઈ ફેરફાર થયો નથી. અહીં પેટ કમિન્સ નંબર વન પર છે. ત્યારબાદ જેમ્સ એન્ડરસન, કગિસો રબાડા, જસપ્રીત બુમરાહ, આર અશશઅવિન, ઓલી રોબિન્સન, શાહીન આફ્રિદી, કાઇલ જેમિસન, મિચેલ સ્ટાર્ક અને નીલ વેગનરનું નામ આવે છે. 

આ પણ વાંચોઃ IND vs SL: ફિટ હોવા છતાં બુમરાહ અને જાડેજાને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન, જાણો કારણ

આઈસીસી રેન્કિંગ- ટોપ-10 ઓલરાઉન્ડર્સ
ટેસ્ટ ઓલરાઉન્ડર્સમાં શરૂઆતી બે સ્થાન પર ભારતીયોનો કબજો છે. જાડેજા પ્રથમ સ્થાને છે અને આર અશ્વિન બીજા સ્થાને છે. ત્રીજા સ્થાન પર શાકિબ અલ હસન અને ચોથા ક્રમે બેન સ્ટોક્સ છે. ત્યારબાદ મિશેલ સ્ટાર્ક, જેસન હોલ્ડર, પેટ કમિન્સ, કોલિન ડી ગ્રાન્ડહોમ, કાઇલ મેયર્સ અને કાઇલ જેમિસન હાજર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More