Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસ રાજનીતિમાં પણ અસત્ય પર ઉતરી આવી, રેલવે મુદ્દે કરેલી ગંદી રાજનીતિનો પર્દાફાશ થયો

રેલવે મંત્રાલયે પોતાનાં ઘરમાંથી દુર ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે શ્રમીકો સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી. જો કે તે અંગે ભારે રાજનીતિક ધમાસાણ ચાલુ થઇ ગયું. શ્રમીક સ્પેશ્યલ ટ્રેન સામાજિક સમરસતા હેઠળ ચલાવવામાં આવી હતી. રેલ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, રેલવેએ દેશનાં અલગ અલગ હિસ્સાઓમાં અત્યાર સુધી 34 શ્રમીકો વિશેષ ટ્રેન ચલાવી છે અને સંકટના આ સમયમાં વિશેષ રીતે ગરીબથી ગરીબ લોકોને સુરક્ષીત અને સુવિધાજનક યાત્રા પ્રદાન કરવા માટેની પોતાની સામાજિક જવાબદારીને પુરી કરી રહી છે. રેલ મંત્રાલયના આ આદેશ બાદ ટ્રેનોનું સંચાલન ચાલુ થઇ ગયું.

કોંગ્રેસ રાજનીતિમાં પણ અસત્ય પર ઉતરી આવી, રેલવે મુદ્દે કરેલી ગંદી રાજનીતિનો પર્દાફાશ થયો

નવી દિલ્હી : રેલવે મંત્રાલયે પોતાનાં ઘરમાંથી દુર ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે શ્રમીકો સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી. જો કે તે અંગે ભારે રાજનીતિક ધમાસાણ ચાલુ થઇ ગયું. શ્રમીક સ્પેશ્યલ ટ્રેન સામાજિક સમરસતા હેઠળ ચલાવવામાં આવી હતી. રેલ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, રેલવેએ દેશનાં અલગ અલગ હિસ્સાઓમાં અત્યાર સુધી 34 શ્રમીકો વિશેષ ટ્રેન ચલાવી છે અને સંકટના આ સમયમાં વિશેષ રીતે ગરીબથી ગરીબ લોકોને સુરક્ષીત અને સુવિધાજનક યાત્રા પ્રદાન કરવા માટેની પોતાની સામાજિક જવાબદારીને પુરી કરી રહી છે. રેલ મંત્રાલયના આ આદેશ બાદ ટ્રેનોનું સંચાલન ચાલુ થઇ ગયું.

fallbacks

fallbacks

અમે ક્યારે પણ શ્રમજીવીઓ પાસેથી ભાડુ વસુલવાની વાત નથી કરી: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

જો કે તે અંગે ચાલુ થઇ ગયું કારણ કે આરોપ લગાવ્યો કે ભુખ્યા અને તરસ્યા શ્રમિકોને ઘરે પહોંચાડવાની અવેજમાં તેમની પાસેથી મોટી રકમ વસુલવામાં આવી રહી છે. વિપક્ષે આરોપ લગાવવાનું ચાલુ કરી દીધું કે, જે ગરીબ મજુરો પાસે ખાવા માટે પૈસા નથી. તેઓ ઘરે પહોંચવા માટે ભાડુ ક્યાંથી ચુકવશે. ત્યાર બાદ આરોપ પ્રત્યારોપનો સમયગાળો ચાલુ થઇ ગયો.

fallbacks

PoK અમારુ અભિન્ન અંગ છે ત્યાં ચૂંટણી શું પાકિસ્તાન એક ખીલ્લી પણ ન ઠોકી શકે: ભારત

કોંગ્રેસે હંમેશાની જેમ આ પ્રકારે ચાલુ કરી દીધી રાજનીતિ
આ મુદ્દે ગરીબ મજુરો સાથે જોડાયેલો હતો. જો કે એક મોટો વોટ છે. એટલા માટે કોંગ્રેસે તુરંત જ મુદ્દો પકડવાનો પ્રયાસ કર્યો. ગાંધી ખાનદાન તુરંત જ સામે આવી ગયું. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યું કે, રેલવે એવા સમયે રેલ ટિકિટ માટે પ્રવાસી મજુરો પાસેથી પૈસા વસુલી રહ્યા છેજે સમયે તેઓ PM CARE ફંડમાં પૈસા દાન કરી રહ્યા છે. 

કોરોનાઃ કોરોના વિરુદ્ધ લડાઈમાં મળી સફળતા, છેલ્લા 24 કલાકમાં 1 હજારથી વધુ લોકો થયા સ્વસ્થ

ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીજી પ્રકટ થયા અને ગરીબ મજૂરો માટે ઘડિયાલી આંસુ વહાવતા પોતાના કોંગ્રેસી દરબારીઓને આદેશ આપ્યો છે કે ગરીબ મજૂરોનાં હિસ્સાનુ ભાડુ પ્રદેશ કોંગ્રેસ કમિટીઓ વહન કરશે. કોંગ્રેસની આ ચાલ એટલી મોટી હતી કે, મહાબુદ્ધિમાન હોવાનો દાવો કરનારા સુબ્રમણ્યમ સવામી પણ પોતાની આદતવશ કાંઇ પણ સમજ્યા વગર પ્રતિક્રિયા આપવા લાગ્યા અને પોતાની આદતથી મબુર થઇને સરકારની ઝાટકણી કાઢવા લાગ્યા હતા. 
સ્વામીએ કહ્યું કે, તે કેટલું મુર્ખતાપુર્ણ છે કે, સરકાર ભુખ્યા મજૂરોની પાસેથી રેલવેના ભાડા વસુલી રહી છે અને વિદેશથી લોકોને પરત લાવી રહી છે. જો રેલવેએ તેની જવાબદારી લેવાનું માન્યું હોત તો પીએમ કેર ફંડમાંથી તેની વ્યવસ્થા કરવી જોઇએ. જો કે ત્યાર બાદ રેલવે મંત્રાલયે આ બાબતે તેમના ભ્રમને દુર કરી દીધો હતો. 

fallbacks

લોકડાઉનની મજાક: દારૂની દુકાનની પુજા બાદ કિલોમીટર લાંબી લાઇન, પોલીસનો લાઠીચાર્જ

ત્યાર બાદ રેલવે મંત્રાલયે સંપુર્ણ રીતે સ્પષ્ટતા કરી કે ગરીબ મજુરો કોઇ પ્રકારનું ભાડુ વસુલવામાં નથી આવી રહ્યુ. પરંતુ તેમને ઘરે પહોંચાડવા માટેનો 85 ટકા ખર્ચ મંત્રાલય પોતાની તરફથી પ્રદાન કરી રહ્યું હતું. જ્યારે 15 ટકા હિસ્સો તે રાજ્ય સરકારો પાસેથી વસુલવામાં આવી રહ્યો હતો, જે રાજ્યો માટે ટ્રેન રવાના થઇ રહી હતી. 

fallbacks

UPSC Prelims Exam 2020: પરીક્ષા સ્થગિત, જાણો ક્યારે જાહેર થશે નવી તારીખ

આ અંગે સ્પષ્ટ સમજણ આપતા તેમણે કહ્યું કે, જો કોઇ સ્થળે પહોંચવાનું ભાડુ 1000 રૂપિયા છે તો આ રૂપિયા પૈકી 850 રૂપિયા કેન્દ્રીય રેલ મંત્રાલય આપશે અને 150 રૂપિયા રાજ્ય સરકારે આપવા પડશે. જો કે વિપક્ષે ભ્રમ ફેલાવીને આ મુદ્દે ખોટુ રાજકારણ કરવાનો પ્રયાસ કર્યો છે. 

fallbacks

દિલ્હી હિંસા: મોતને ભેટેલા IB કર્મચારી અંકિત શર્માના પરિવારને ક્યારે મળશે 1 કરોડ, કેજરીવાલે જણાવ્યું

રાજ્યો દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી
પ્રવાસી મજૂરોપૈકીએક સૌથી વધારે સંખ્યા બિહારનાં લોકોની છે. જ્યાંના મુખ્યમંત્રી નીતીશ કુમારે સામે આવીને સ્પષ્ટ જણાવ્યુ કે, કોઇ પણ મજુરને એક રૂપિયો પણ ચુકવવાની જરૂર નથી. ત્યાર બાદ સમગ્ર કેસ સ્પષ્ટ થઇ ગયો અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ગંદી રાજનીતિનો પર્દાફાશ થઇ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More