Home> India
Advertisement
Prev
Next

Corona Test: ખાનગી હોસ્પિટલો હવે મનફાવે તેમ નહીં વસૂલી શકે પૈસા, સરકાર લઈ શકે છે આ નિર્ણય

કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે પ્રાઈવેટ હોસ્પિટલમાં તેની તપાસ કરાવવી એક મોટી સમસ્યા લોકો માટે ઊભી થતી હોય છે. ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં કોરોનાની તપાસ કરાવવાના ટેસ્ટની ફી એટલી વધારે હોય છે કે અનેકવાર લોકો ટેસ્ટ કરાવતા ખચકાય છે. પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ આવવાનો છે. કેન્દ્ર સરકાર જલદી ખાનગી હોસ્પિટલોમાં કોરોના તપાસના રેટ નક્કી કરી શકે છે. 

Corona Test: ખાનગી હોસ્પિટલો હવે મનફાવે તેમ નહીં વસૂલી શકે પૈસા, સરકાર લઈ શકે છે આ નિર્ણય

નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે પ્રાઈવેટ હોસ્પિટલમાં તેની તપાસ કરાવવી એક મોટી સમસ્યા લોકો માટે ઊભી થતી હોય છે. ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં કોરોનાની તપાસ કરાવવાના ટેસ્ટની ફી એટલી વધારે હોય છે કે અનેકવાર લોકો ટેસ્ટ કરાવતા ખચકાય છે. પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ આવવાનો છે. કેન્દ્ર સરકાર જલદી ખાનગી હોસ્પિટલોમાં કોરોના તપાસના રેટ નક્કી કરી શકે છે. 

fallbacks

વીકે પોલ કમિટીએ કરી રેટ ઓછા કરવાની ભલામણ
કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી વી કે પોલ કમિટીએ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં ભલામણ કરી છે કે ખાનગી હોસ્પિટલોમાં કોરોના વાયરસ ટેસ્ટના ભાવ ઓછા કરવામાં આવે. ગૃહ મંત્રાલયને સોપેલા પોતાના આ રિપોર્ટમાં કમિટીના સભ્યોએ કહ્યું છે કે હાલની કોરોના તપાસની કિંમત ખુબ વધારે છે. તેને એક તૃતિયાશ ઓછા કરવા જોઈએ. 

આ મામલે જોડાયેલા જાણકારોનું કહેવું છે કે નીતિ આયોગની આ નવી ભલામણો પર ગૃહ મંત્રાલય વિચાર કરી રહ્યું છે. મંત્રાલય જલદી સમગ્ર દેશમાં આફત કાનૂન હેઠળ ખાનગી હોસ્પિટલો માટે એક નિર્ધારિત કિંમતમાં જ કોરોના તપાસ કરાવવાનો આદેશ બહાર પાડી શકે છે. 

જુઓ LIVE TV

દિલ્હી અને યુપીમાં કોરોના તપાસના રેટ નક્કી
ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોના તપાસના મનફાવે તેવા લેવાતા ભાવ પર લગામ કરવા માટે દિલ્હી અને યુપી સરકારે રેટ નક્કી કર્યા છે. મળતી માહિતી મુજબ દિલ્હીમાં તમામ ખાનગી હોસ્પિટલોએ 2400 રૂપિયામાં જ કોરોના ટેસ્ટ કરવો પડશે. એ જ રીતે યુપી સરકારે પણ આદેશ બહાર પાડ્યો છે કે સમગ્ર પ્રદેશમાં ખાનગી હોસ્પિટલ કોરોના તપાસ માટે 2500 રૂપિયાથી વધુ વસૂલી શકશે નહીં. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More