નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે ગૃહ મંત્રાલયે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું કે, રાજ્ય પોતાને ત્યાં પોઝિટિવ કોરોના કેસોને લઈને એલર્ટ રહે અને તેના પર નજર રાખે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને કોવિડ-19ના પ્રતિબંધમાં ઢીલ આપવાની પ્રક્રિયા સાવધાનીપૂર્વક તબક્કાવાર રીતે સંચાલિત કરવાનું કહ્યું છે.
ગૃહ મંત્રાલય તરફથી રાજ્યો અને બધા કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19 મેનેજમેન્ટ માટે પરીક્ષણ, દેખરેખ, ઉપચાર, રસીકરણ અને યોગ્ય સારવારની પાંચ સૂત્રીય રણનીતિ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહ્યું છે.
આ પણ વાંચોઃ સંસદીય સમિતિની સામે રજૂ થયા ગૂગલ, FB ના અધિકારી, નવા આઈટી નિયમોના પાલનનો નિર્દેશ આપ્યો
ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું કે, રાજ્યોએ જિલ્લા તંત્રને એકમના રૂપમાં જોવા સંક્રમણના મામલાનો દર અને હોસ્પિટલમાં બેડ ભરાવાની સ્થિતિ પર નિયમિત નજર રાખવી જોઈએ. જો સંક્રમણનો દર તથા બેડ પર દર્દીઓની સંખ્યા વધવાનો પૂર્વ સંકેત મળે છે તો કન્ટેઇન્ટમેન્ટ ઝોન બનાવવાની કાર્યવાહી કરવી જોઈએ.
તમને જણાવી દઈએ કે ભલે દેશમાં કોરોના વાયરસના આંકડામાં ઘટાડો થયો હોય પરંતુ હાલમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના મામલા 50ને પાર થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી ડેલ્ટા પ્લસ કેસોની સંખ્યા 51 પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચોઃ J&K માં ડ્રોન હુમલા બાદ PM ની હાઈ લેવલ મીટિંગ, શાહ-રાજનાથની સાથે ડોભાલ પણ થયા સામેલ
કોરોના સંક્રમણના ખતરનાક રૂપને જોતા પંજાબ સરકારે કોરોના સાથે જોડાયેલા પ્રતિબંધો 10 જુલાઈ સુધી વધારી દીધા છે. પરંતુ સરકારે આ વખતે બાર અને પબને 50 ટકા ક્ષમતાની સાથે ખોલવાની મંજૂરી આપી છે. મહારાષ્ટ્રમાં ડેલ્ટા વેરિએન્ટના સૌથી વધુ કેસ સામે આવ્યા છે.
દેશભરમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ઘટી છે. તેને ધ્યાનમાં રાખતા ઘણા રાજ્યોએ પોતાને ત્યાં પ્રતિબંધોમાં કમી કરી છે. પરંતુ આ દરમિયાન બધાએ માસ્ક પહેરવા, કોરોના પ્રોટોકોલનું પાલન કરવું ફરજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે