Home> Technology
Advertisement
Prev
Next

Google એ લોન્ચ કર્યું નવુ ટૂલ, જરૂરિયાતમંદોને ખાવાનું શોધવામાં મળશે મદદ

સર્ચ એન્જિન કંપની Google એ નવી વેબસાઈટની જાહેરાત કરી છે. Google ની આ નવી વેબસાઈટ ફૂડ ઇનસિક્યોરિટીનો સામનો કરી રહેલા લોકોની મદદ કરશે. આ કંપનીએ Find Foof Support નામ આપ્યું છે

Google એ લોન્ચ કર્યું નવુ ટૂલ, જરૂરિયાતમંદોને ખાવાનું શોધવામાં મળશે મદદ

નવી દિલ્હી: સર્ચ એન્જિન કંપની Google એ નવી વેબસાઈટની જાહેરાત કરી છે. Google ની આ નવી વેબસાઈટ ફૂડ ઇનસિક્યોરિટીનો સામનો કરી રહેલા લોકોની મદદ કરશે. આ કંપનીએ Find Foof Support નામ આપ્યું છે. તેમાં ફૂડ લોકેટર ટૂલ આપવામાં આવ્યું છે.

fallbacks

કંપનીએ પોતાના બ્લોગમાં કહ્યું કે, ફૂડ લોકેટર ટૂલને Google Maps પાવર્ડ કરે છે. તેની મદદથી યૂઝર્સ તેમની પાસેની ફૂડ બેંક, ફૂડ પેન્ટ્રી અથવા સ્કૂલ લંચ પ્રોગ્રામને સર્ચ કરી શકે છે. તેમના કોમ્યુનિટીથી તે સાઈટને પિકઅપ કરી શકે છે. તેના માટે Google કેટલાક નોન-પ્રોફિટ ગ્રુપ્સ સાથે કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો:- માત્ર 7 રૂપિયાનો ખર્ચ કરી દરરોજ મળશે 1.5GB ડેટા અને ફ્રી કોલિંગનો ફાયદો

Google કેટલાક નોન-પ્રોફિટ જેમ કે, No Kid Hungry અને FoodFinder ની સાથે કામ કરી રહ્યું છે. આ ઉપરાંત તે યૂએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરની સાથે પણ કામ કરી રહ્યું છે. તેનાથી અમેરિકાના 50 રાજ્યોમાં 90,000 જગ્યાઓ પર ફ્રી ફૂડ સપોર્ટ આપી શકશે.

આવનારા સમયમાં તેમાં વધુ લોકેશન જોડવાની વાત કંપનીએ કરી છે. આ નવી વેબસાઈટ Google ની નવી બેનેલી ફૂડ ફોર ગુડ ટીમનો ભાગ છે. આ પહેલા પ્રોજેક્ટ ડેલ્ટાના નામથી ઓળખતા હતો. તેનું હેડક્વોર્ટર Alphabet ના X Moonshot ડિવીઝનમાં હતું.

આ પણ વાંચો:- 50MP + 48MP કેમેરાની સાથે લોન્ચ થયો ફ્લેગશિપ સ્માર્ટફોન, Vivo X60t Pro+, જાણો કિંમત અને ફીચર્સ

પ્રોજેક્ટ ડેલ્ટા દ્વારા કંપની સ્માર્ટર ફૂડ સિસ્ટમ બનાવી રહી છે. તેમાં ડેટાનો યૂઝ કરી ફૂડ ડિસ્ટ્રીબ્યૂટર અને Curb ફૂડ વેસ્ટની વચ્ચે કોમ્યુનિકેશન વધારવામાં આવશે. ફૂડ ઇનસિક્યોરિટી માટે યૂએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે ડેફિનેશન પણ આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More