Home> India
Advertisement
Prev
Next

ક્યાં સુધી આવશે કોરોના વાયરસની વેક્સિન? હર્ષવર્ધન બોલ્યા- આ વર્ષના અંત સુધી

ડોક્ટર હર્ષવર્ધને કહ્યુ કે, જો બધુ બરાબર રહ્યું તો ભારત આ વર્ષના અંત સુધી કોરોનાની વેક્સિન હાસિલ કરી લેશે.
 

ક્યાં સુધી આવશે કોરોના વાયરસની વેક્સિન? હર્ષવર્ધન બોલ્યા- આ વર્ષના અંત સુધી

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona Virus)ની મહામારી વચ્ચે વિશ્વના ઘણા દેશો તેની વેક્સિન પર કામ કરી રહ્યાં છે. રશિયાએ વિશ્વની પ્રથમ કોરોના વેક્સિન બનાવવાનો દાવો કર્યો છે. તો ભારત અને અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો હજુ ક્લિનિકલ ટ્રાયલના તબક્કામાં છે. વેક્સિનને લઈને લગાવવામાં આવી રહેલી અટકળો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને તેને લઈને મોટું નિવેદન આપ્યું છે. 

fallbacks

ડોક્ટર હર્ષવર્ધને કહ્યુ કે, જો બધુ બરાબર રહ્યું તો ભારત આ વર્ષના અંત સુધી કોરોનાની વેક્સિન હાસિલ કરી લેશે. સ્વાસ્થ્ય મંત્રીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, કોરોના વેક્સિન ક્યાં સુધી આવશે, તે સવાલના જવામાં અમે આ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં આશરે 170 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે વિશ્વની ઓછામાં ઓછી 30 વેક્સિન હ્યૂમન ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. 

તેમાં ભારતની ભારત બાયોટેકની વેક્સિન પણ સામેલ છે, જેની હ્યૂમન ટ્રાયલ છેલ્લી તબક્કામાં છે. ભારતની બે કંપનીઓની વેક્સિનની હ્યૂમન ટ્રાયલ ચાલી રહી છે. તેમાં ભારત બાયોકેટની કોવેક્સિન અને ઝાયડસની વેક્સિન છે. આ સિવાય બ્રિટનની ઓક્યફોર્ડ યુનિવર્સિટીની વેક્સિન કોવિશીલ્ડની પણ ભારતમાં હ્યૂમન ટ્રાયલ ચાલી રહી છે. 

Covid-19: દેશમાં સંક્રમિતોનો આંકડો 30 લાખને પાર, સાત વાખથી વધુ એક્ટિવ કેસ

રશિયાએ પણ પોતાની વેક્સિનના મોટા પાયે ઉત્પાદન માટે ભારતની ભાગીદારીની ઈચ્છા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે ભારત બાયોટેક અને ઝાયડસની વેક્સિનની ક્લીનિકલ ટ્રાયલના પરિણામ આ વર્ષના અંત સુધી આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિણામ આવ્યા બાદ વેક્સિન ઉપલબ્ધ થવામાં એક મહિનાનો સમય લાગી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More