Home> Sports
Advertisement
Prev
Next

ખેલ રત્ન મળવાથી ગદગદ રોહિત શર્મા, યૂએઈથી પ્રશંસકો માટે શેર કર્યો વીડિયો


ફેન્સ વચ્ચે હિટમેનના નામથી જાણીતા રોહિત શર્માને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ માટે રોહિતે પોતાના ફેન્સનો આભાર માન્યો છે. 
 

ખેલ રત્ન મળવાથી ગદગદ રોહિત શર્મા, યૂએઈથી પ્રશંસકો માટે શેર કર્યો વીડિયો

દુબઈઃ ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma)ની દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી થઈ છે. આ ખાસ તકે એકતરફ દિગ્ગજોએ રોહિત શર્માને શુભેચ્છા આપી છે તો બીજીતરફ રોહિતે એક વીડિયો શેર કરીને પોતાના પ્રશંસકોનો આભાર માન્યો છે. મહત્વનું છે કે હિટમેન હાલ આઈપીએલ-2020 રમવા માટે યૂએઈમાં છે. 

fallbacks

રોહિતે આ રીતે માન્યો ફેન્સનો આભાર
રોહિતે પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કરતા કહ્યું- અત્યાર સુધી આ સફર શાનદાર રહી છે અને આ પ્રકારનો ખેલ પુરસ્કાર મળવો ખરેખર ગૌરવની વાત છે. હું તે માટે ખુશ છું અને આ તમારા બધાના કારણે મળ્યો છે. તમારા સમર્તન વગર આ સંભવ ન થાત. 

જુઓ રોહિતનો વીડિયો

વિરાટ કોહલીએ આપી શુભેચ્છા
વિરાટ કોહલીએ રોહિત, ઇશાંત શર્મા અને દીપ્તિ શર્માને શુભેચ્છા આપતા ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું- રોહિતને ખેલ રત્ન અને ઇશાંત-દીપ્તિને અર્જુન એવોર્ડ માટે શુભેચ્છાઓ. દરેક ખેલાડી માટે આ ગૌરવની ક્ષણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More