India Pakistan Border News: ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદને વિભાજીત કરતી લાઈનને રેડક્લિફ લાઇન કહેવામાં આવે છે, જેને બ્રિટિશ અધિકારી સિરિલ રેડક્લિફ દ્વારા નક્કી કરવામાં આવી હતી. રેડક્લિફ લાઇન ખૂબ જ ખરાબ રીતે નક્કી કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સરહદ હોવાનું કહેવાય છે, જેના કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા, ભૂખમરો થયો, નરસંહાર થયો અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર યુદ્ધો થયા. આને પણ કાશ્મીર મુદ્દાનું મૂળ કારણ માનવામાં આવે છે.
સિરિલ રેડક્લિફ (Cyril Radcliffe)
સિરિલ જોન રેડક્લિફ એક બ્રિટિશ વકીલ હતા, તેમનો જન્મ 1899માં થયો હતો. તેમણે ઓક્સફર્ડમાંથી ફિલોસોફી અને પ્રાચીન ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. તેમને ભારત અને પાકિસ્તાની વચ્ચેનો નકશો નક્કી કરવા માટે બ્રિટનથી આ વિચાર સાથે મોકલવામાં આવ્યા હતા કે, તેઓ તટસ્થ ભૂમિકા ભજવશે. પરંતુ બ્રિટને આ બધું ખૂબ જ ઉતાવળમાં કર્યું, કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી તે દેવામાં ડૂબી રહ્યું હતું.
ભયંકર હેંગઓવર... વર્લ્ડ કપમાં હારથી તૂટી ગયું હતું વિરાટનું દિલ, 6 વર્ષ બાદ ખુલાસો
શું સીમા રેખા દોરવા માટે લાયક હતા રેડક્લિફ?
રેડક્લિફે કાયદાનો અભ્યાસ કર્યો હતો અને સ્થાનિક કાયદા અને જાહેર ફરિયાદોને લગતા બાબતોમાં નિષ્ણાત હતા. પરંતુ ભારત તો દૂર તેમને કોઈ પણ દેશની ભૌગોલિક કે વસ્તી વિષયક બાબતોનો કોઈ અનુભવ નહોતો. તેમને નકશા બનાવવાનું કોઈ જ્ઞાન નહોતું. આંતરરાષ્ટ્રીય સરહદ નક્કી કરવા માટે તેમણે બ્રિટિશ શાસકોના દાયકાઓ જૂના વસ્તી ગણતરીના ડેટા પર આધાર રાખ્યો. બ્રિટિશ અધિકારીઓ ભારતની વંશીય-જાતિય અને ધાર્મિક વિવિધતાને સમજી શક્યા ન હતા અને તેમણે પોતાનું કાર્ય ફક્ત વસ્તી ગણતરી પર આધારિત રાખ્યું. ઘણા નિષ્ણાતો માને છે કે, વસ્તી ગણતરી બ્રિટનની ભાગલા પાડો અને રાજ કરો નીતિનો પણ એક ભાગ હતી.
રેડક્લિફને 1947માં જ બાઉન્ડ્રી કમિશન ફોર ઈન્ડિયાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ નિર્ણય લેનારા બ્રિટિશ અધિકારીઓ માનતા હતા કે, હિન્દુ અને મુસ્લિમ નેતાઓની માંગણી વચ્ચે ભારતથી અલગ પાકિસ્તાન બનાવવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ એવી વ્યક્તિ હશે જેનો કોઈ પણ દેશ પ્રત્યે કોઈ ઐતિહાસિક ઝુકાવ ન હોય.
અમેરિકાનું સૌથી વિનાશક વોર વેપન B-2, હવે દુનિયામાં બચ્યા છે માત્ર 20; આ જેટ છે દુશ્મનોનો કાળ
રેડક્લિફે કેવી રીતે નક્કી કરી સરહદ
રેડક્લિફે જૂના વસ્તી ગણતરીના ડેટા, નકશા અને પંજાબ તથા બંગાળ માટે બનાવવામાં આવેલ બાઉન્ડ્રી કમિશને ઇનપુટ્સનો ઉપયોગ કર્યો. આ કમિશનમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ વચ્ચેના મતભેદોને કારણે સીમાંકનનો મુદ્દો અટવાયેલો રહ્યો. તેમણે જિલ્લાઓની વસ્તી ગણતરીના ડેટા જોયા અને કયા જિલ્લામાં બહુમતીમાં કયો સમુદાય હતો તે ધ્યાનમાં રાખ્યું. પરંતુ આ ઉતાવળમાં રેડક્લિફ દ્વારા દોરવામાં આવેલી સીમા રેખા ટેકરીઓ, નદીઓ અને પર્વતોને પણ કાપી નાખે છે.
રેડક્લિફ પાસે બહુ ઓછો સમય હતો
રેડક્લિફને બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને ફક્ત પાંચ મહિનાનો સમય આપ્યો હતો, જેમાં તેમણે બ્રિટિશ ભારતથી સ્વતંત્ર ભારતનો નકશા દોરવાનો હતો. તેમણે આ સમયમર્યાદા ઘટાડીને માત્ર પાંચ અઠવાડિયા કરી. બીજા શબ્દોમાં કહીએ તો રેડક્લિફને 175000 ચોરસ માઇલ અને 88 મિલિયનની વસ્તીને ધર્મના આધારે વિભાજીત કરવી પડી, જે બહુમતીમાં હતી. શરૂઆતમાં તેમણે સિંચાઈ પ્રણાલીઓ, સંદેશાવ્યવહાર રેખાઓ અને કુદરતી સીમાઓ પર આધાર રાખ્યો, પરંતુ નિષ્ફળ ગયા. બન્ને દેશો વચ્ચે નદીઓની વહેંચણી અંગે પણ તેમને કોઈ ઉકેલ મળી શક્યો નહીં. રેડક્લિફ શિમલાથી કામ કરતા હતા, જે બ્રિટનની શિયાળુ રાજધાની હતી. તેની પાસે જમીન સર્વેક્ષણ માટે સમય નહોતો.
જૂન મહિનામાં ચમકશે આ 3 રાશિઓની કિસ્મત, પાવરફુલ રાજયોગ કરી દેશે માલામાલ; પ્રતિષ્ઠામાં થશે વધારો!
રેડક્લિફના એકપક્ષીય નિર્ણય
રેડક્લિફે સીમાઓ નક્કી કરવામાં એકપક્ષીય નિર્ણયો લીધો, જ્યારે હિન્દુ અને મુસ્લિમ નેતાઓ સતત અલગ અલગ પ્રદેશો પર દાવા કરી રહ્યા હતા. રેડક્લિફ લાઇન 9 ઓગસ્ટ 1947 ના રોજ નક્કી કરવામાં આવી હતી, જે 15 ઓગસ્ટના રોજ ભારતની સ્વતંત્રતાના એક અઠવાડિયા પહેલા હતી. પરંતુ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિક્ષેપ ન પડે તે માટે તેની સત્તાવાર જાહેરાત 17 ઓગસ્ટે કરવામાં આવી હતી.
શું આવ્યું પરિણામ?
રેડક્લિફ લાઇનને કારણે વિશ્વના સૌથી મોટા સ્થળાંતરનો સામનો લાખો લોકોને કરવો પડ્યો. પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓને સરહદ પાર કરીને ભારતમાં આવવાની મંજૂરી આપવામાં આવી. તેવી જ રીતે આ બાજુ રહેતા મુસ્લિમોને પાકિસ્તાન જવાની સ્વતંત્રતા આપવામાં આવી. આવી સ્થિતિમાં બધું છોડીને અહીં આવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આ સમયગાળા દરમિયાન ફાટી નીકળેલા રમખાણોમાં લાખો લોકો માર્યા ગયા. રેડક્લિફ 8 જુલાઈ 1947ના રોજ ભારત આવ્યા અને બધું સમાધાન કરીને 35 દિવસમાં પાછા ફર્યા.
ગુજરાતના 7 જિલ્લામાં આવશે મહાખતરો! કાળા ડિબાંગ વાદળો-વિજળીના ચમકારા લાવશે આફત
રેડક્લિફને પસ્તાવો
રેડક્લિફને પાછળથી પોતાની ઉતાવળનો પસ્તાવો થયો. ભાગલા પછીના વિનાશક સંજોગોએ તેમને અંદરથી હચમચાવી નાખ્યા. તેમણે પોતાના આ કામ માટે નક્કી કરેલા 40 હજાર રૂપિયા (1947માં તે સમયે નક્કી કરેલી રકમ) સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. અને તેનાથી સંબંધિત દસ્તાવેજો બાળી નાખવામાં આવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે