Home> India
Advertisement
Prev
Next

કેરલઃ રાજમાલામાં થયેલા ભૂસ્ખલન બાદ વધુ 17 મૃતહેદ મળી આવ્યા, મૃતકોની સંખ્યા 43 થઈ


રાજમાલામાં થયેલા ભૂસ્ખલન બાદ રવિવારે વધુ 17 મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે. આ મૃતદેહ મળ્યા બાદ કુલ મૃત્યુઆંક 43 સુધી પહોંચી ગયો છે. ભૂસ્ખલનની ઘટના બાદ સ્થળ પર મોટા પાયે રાહત કાર્ય ચાલી રહ્યું છે. 

કેરલઃ રાજમાલામાં થયેલા ભૂસ્ખલન બાદ વધુ 17 મૃતહેદ મળી આવ્યા, મૃતકોની સંખ્યા 43 થઈ

તિરુવનંતપુરમઃ કેરલમાં ઇડુક્કી જિલ્લાના રાજમાલા  (Landslide Hits Rajamalai) વિસ્તારમાં થયેલા ભૂસ્ખલન બાદ રવિવારે વધુ 17 મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે. આ મૃતદેહ મળ્યા બાદ કુલ મૃત્યુઆંક 43 સુધી પહોંચી ગયો છે. ભૂસ્ખલનની ઘટના બાદ સ્થળ પર મોટા પાયે રાહત કાર્ય ચાલી રહ્યું છે. 

fallbacks

તમિલનાડુના મુખ્યમંત્રી સલાનીસ્વામીએ કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને તેમના રાજ્માં થયેલા ભૂસ્ખલન બાદ રાહત અભિયાનમાં સહયોગનો રવિવારે વિશ્વાસ અપાવ્યો છે. 

તમિલનાડુના સીએમે મદદ માટે આવ્યા આગળ
પલાનીસ્વામીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ, મેં આજે સવારે કેરલના મુખ્યમંત્રી કાર્યાલય સાથે મુન્નારમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી થયેલા જાન-માલના ભયાનક નુકસાન વિશે વાત કરી છે. તેમણે કહ્યું- મેં બચાવ અને રાહત અભિયાનોમાં જરૂરી સહયોગ કરવાનું વચન આપ્યું છે. મહત્વનું છે કે કેરલમાં થયેલા ભૂસ્ખલનની ઘટના બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. 

પીએમે કરી છે સહાયની જાહેરાત
આ ટ્વીટમાં પીએમે લખ્યું હતું, મૃતકોના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેની પ્રાર્થના કરુ છું. એનડીઆરએફ અને વહીવટી તંત્ર પીડિતોની મદદ કરી રહ્યું છે. ભૂસ્ખલનથી મૃત્યુ પામનારના પરિવારજનોને પીએમ નેશનલ રિલીફ ફંડથી 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More