Home> India
Advertisement
Prev
Next

India US Delegation Level Talks: ભારત અને અમેરિકા વચ્ચે વધશે મિલિટરી ટૂ મિલિટરી એન્ગેજમેન્ટ, બન્ને દેશો વચ્ચે ઘણી સમજુતિ થઈ

સંયુક્ત નિવેદન જારી કરતા રાજનાથ સિંહે કહ્યુ, 'મને તે કહેતા ખુશી થઈ રહી છે કે રક્ષા મંત્રી ઑસ્ટિન અને તેમના પ્રતિનિધિમંડળની સાથે અમારી વ્યાપક અને ઉપયોગી વાતચીત થઈ.

India US Delegation Level Talks: ભારત અને અમેરિકા વચ્ચે વધશે મિલિટરી ટૂ મિલિટરી એન્ગેજમેન્ટ, બન્ને દેશો વચ્ચે ઘણી સમજુતિ થઈ

નવી દિલ્હીઃ અમેરિકાના રક્ષા મંત્રી લૉયડ જેમ્સ ઑસ્ટિન (US Defence Secretary Lloyd Austin) આ સમયે ત્રણ દિવસીય ભારત યાત્રા પર છે. આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અમેરિકી રક્ષામંત્રી લૉયડ જેમ્સ ઑસ્ટિન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ હતી. આ બેઠકમાં બન્ને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દા પર સહમતિ બની છે. આ દરમિયાન સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાઓના ચીફ હાજર રહ્યા હતા. 

fallbacks

આ સમજુતિ પર થયા હસ્તાક્ષર
પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ જારી નિવેદનમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ, 'ભારતીય સેના અને યૂએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડ, સેન્ટ્રલ કમાન્ડ, આફ્રિકી કમાન્ડ વચ્ચે અમે સહયોગ વધારવા પર સહમત થયા છીએ. અમે LEMOA, COMCASA અને BECA સમજુતિ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત અમેરિકાની સાથે મજબૂત રક્ષા ભાગીદારીને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.'

અમેરિકી રક્ષામંત્રીએ પીએમ મોદીની વાતને આગળ વધારી
અમેરિકી રક્ષા મંત્રી ઑસ્ટિને કહ્યુ, 'અમારા સંબંધ ફ્રી અને ઓપન ઈન્ડો-પેસિફિક રીઝનનો એક ગઢ છે. પીએમ મોદીએ કહ્યુ કે, ભારત ફ્રીડમ ઓફ નેવિગેશન અને ફ્રીડમ ઓફ ઓવરફ્લાઇટ માટે ઉભુ છે. આ ક્ષેત્રીય સુરક્ષા માટે અમારા સંયુક્ત દ્રષ્ટિકોણની પુષ્ટિ કરે છે.'

આ પણ વાંચોઃ Coronavirus: દેશમાં 24 કલાકમાં લગભગ 41 હજાર નવા કેસ નોંધાયા, 111 દિવસનો તૂટ્યો રેકોર્ડ 

હવે વધશે ચીનની ચિંતા
સંયુક્ત નિવેદન જારી કરતા રાજનાથ સિંહે કહ્યુ, 'મને તે કહેતા ખુશી થઈ રહી છે કે રક્ષા મંત્રી ઑસ્ટિન અને તેમના પ્રતિનિધિમંડળની સાથે અમારી વ્યાપક અને ઉપયોગી વાતચીત થઈ. અમે વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારીને પૂરી ક્ષણતાનો અહેવાસ કરાવવા માટે દ્રઢ છીએ. રક્ષા સહયોગ પર વ્યાપક રૂપથી વાતચીત, મિલિટરી ટૂ મિલિટરી એન્ગેજમેન્ટ વધારવા, સૂચના ભાગીદારી અને રક્ષા તથા મ્યુચુઅલ લોજિસ્ટિક સપોર્ટના ઉભરતા ક્ષેત્રમાં સહયોગ પર પણ ચર્ચા થઈ છે. દેશો વચ્ચે સૈન્ય ગતિવિધિઓ વધવાથી ચીનની ચિંતામાં વધારો થશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More