Home> India
Advertisement
Prev
Next

Assam: PM મોદીની ભાવનાત્મક અપીલ, એક 'ચા'વાળો તમારા દુખને નહીં સમજે તો કોણ સમજશે

પીએમ મોદીએ કહ્યુ- હું તમને વિશ્વાસ અપાવુ છું કે એનડીએ સરકાર ચાના બગીચામાં કામ કરતા શ્રમિકોના જીવનને સારૂ બનાવવા પ્રયાસ કરશે. 
 

Assam: PM મોદીની ભાવનાત્મક અપીલ, એક 'ચા'વાળો તમારા દુખને નહીં સમજે તો કોણ સમજશે

ગુવાહાટીઃ અમસ વિધાનસભા ચૂંટણી (Assam assembly election) 2021નું રણ તૈયાર છે. દરેક પાર્ટીઓ અહીં ચૂંટણી પ્રચાર કરી રહી છે. શનિવારે અસમના ચબુઆમાં રેલી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ લોકોને ભાવનાત્મક અપીલ કરતા કહ્યુ કે, એક ચાવાળો તમારા દર્દને નહીં સમજે તો કોણ સમજશે. પીએમ મોદીએ કહ્યુ- હું તમને વિશ્વાસ અપાવુ છું કે એનડીએ સરકાર ચાના બગીચામાં કામ કરતા શ્રમિકોના જીવનને સારૂ બનાવવા પ્રયાસ કરશે. 

fallbacks

પીએમ મોદીએ વિપક્ષી દળો પર હુમલો કરતા કહ્યુ- કોંગ્રેસે તે પાર્ટીઓ સાથે હાથ મિલાવી લીધો છે જે અસમની સંસ્કૃતિ અને વારસા માટે ખરતો છે. અસમના દરેક ભાગનો વિકાસ ભાજપ સરકારની પ્રાથમિકતા છે. અમે રાજ્યની સંસ્કૃતિ અને વારસાને સુરક્ષિત રાખવા પ્રત્યે સંકલ્પબદ્ધ છીએ. 

પીએમ મોદીએ કહ્યુ- કોંગ્રેસ અસમની જનતાથી દૂર ચાલી ગઈ છે. થોડા દિવસ પહેલા તેમણે શ્રીલંકાનો ફોટો શેર કરતા જણાવ્યુ કે, આ અસમ છે. આ અસમની સુંદરતા પ્રત્યે અન્યાય અને અપમાન છે. 

આ પણ વાંચોઃ ભારત અને અમેરિકા વચ્ચે વધશે મિલિટરી ટૂ મિલિટરી એન્ગેજમેન્ટ, બન્ને દેશો વચ્ચે ઘણી સમજુતિ થઈ

તેમણે કહ્યું- મને તે જોઈને દુખ થઈ રહ્યુ છે કે જે કોંગ્રેસ પાર્ટીએ દેશ પર 50-55 વર્ષ સુધી રાજ કર્યું, તેણે તે લોકોનું સમર્થન કર્યુ જે ભારતની ચાની છબીને બરબાદ કરી દેવા ઈચ્છતા હતા. શું તમે તે પાર્ટીને માફ કરશો? શું તેને સજા મળવી જોઈએ કે નહીં?

પ્રધાનમંત્રીએ કહ્યુ- અસમની ચાને બદનામ કરવા માટે ટૂલકિટ સર્કુલેટ કરવામાં આવી. કોંગ્રેસ પાર્ટીએ તે ટૂલકિટ બનાવનારનું સમર્થન કર્યુ અને ત્યારબાદ અસમમાં મત માગવાનું તેને સાહસ છે. શું આપણે તેને ભૂલી શકીએ?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More