Home> India
Advertisement
Prev
Next

‘એક દેશ, એક ચૂંટણી’ને લઇ પીએમ મોદીની બેઠકમાં સામેલ નહીં થાય કોંગ્રેસ

પીએમ મોદી દ્વારા બોલાવવામાં આવેલી ‘એક દેશ, એક ચૂંટણી’વાળી બેઠકમાં કોંગ્રેસ પાર્ટી સામેલ થશે નહીં. કોંગ્રેસનું કહેવું છે કે, અમે તેમના સેટ કરેલા એજન્ડા પર કેમ આગળ જઇએ. કોંગ્રેસનું કહેવું છે કે, ચૂંટણી સુધારા અંગે અમાર ઘણા સૂચનો છે, જેવા કે, EVM અને બેલેટ પેપરનો મામલો.

‘એક દેશ, એક ચૂંટણી’ને લઇ પીએમ મોદીની બેઠકમાં સામેલ નહીં થાય કોંગ્રેસ

નવી દિલ્હી: પીએમ મોદી દ્વારા બોલાવવામાં આવેલી ‘એક દેશ, એક ચૂંટણી’વાળી બેઠકમાં કોંગ્રેસ પાર્ટી સામેલ થશે નહીં. કોંગ્રેસનું કહેવું છે કે, અમે તેમના સેટ કરેલા એજન્ડા પર કેમ આગળ જઇએ. કોંગ્રેસનું કહેવું છે કે, ચૂંટણી સુધારા અંગે અમાર ઘણા સૂચનો છે, જેવા કે, EVM અને બેલેટ પેપરનો મામલો. તે પહેલા સંસદમાં ‘એક દેશ, એક ચૂંટણી’ના મુદ્દા પર આજે યૂપીએ નેતાઓની પણ બેઠક યોજાવાની હતી. આ બેઠકમાં યૂપીએના ચેરપર્સન સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આ બેઠક સવારે 10:30 વાગે સંસદ ભવનમાં યોજાવાની હતી, પરંતુ આ બેઠકને રદ કરવામાં આવી હતી.

fallbacks

વધુમાં વાંચો:- ગુજરાત રાજ્યસભા ચૂંટણીને લઇ સુપ્રીમ કોર્ટે પંચને આપી નોટિસ, હવે 25મી જૂને યોજાશે સુનાવણી

કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે, ‘જેટલું મને ખબર છે અમારી પાર્ટી આ બેઠકમાં સામેલ નહીં થાય.’

આ બેઠકમાં એવું નક્કી થવાનું હતું કે, ‘એક દેશ, એક ચૂંટણી’ના મુદ્દે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં જવું છે કે નથી. તે પણ ઉલ્લેખનીય છે કે યુપીએની આ બેઠકમાં તેલુગુ દેશમ પાર્ટી, તૃણમૂલ કૉંગ્રેસ અને ડીએમકેએ આવવાનો ઇનકાર કર્યો હતો.

જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના મુદ્દા પર અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવા માટે આજે સર્વદળીય બેઠક બોલાવી છે. સર્વદળીય બેઠકથી પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આ વખતે ઘણા નવા ચહેરા છે અને લોઅર હાઉસના પહેલા સત્રના નવા ઉત્સાહ અને વિચારની સાથે શરૂ થવું જોઇએ. બેઠક બાડ મીડિયાને સંબોધન કરતા સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનએ તમામ પક્ષકારોના નેતાઓને આ બાબતે આત્મનિરીક્ષણ કરવાની વિનંતી કરી કે સંસદ સભ્ય જન પ્રતિનિધિઓ તરીકે લોકોના પ્રતિનિધિ તરીકે લોકોની મહત્ત્વાકાંક્ષાઓને સંતોષવા માટે સક્ષમ બને.’ 16મી લોકસભાના છેલ્લા બે વર્ષ નકામા ગયો હોવાના મુદ્દાને ધ્યાનમાં લેવા વિનંતી કરવામાં આવી હતી.

વધુમાં વાંચો:- ઓમ બિરલાની લોકસભા સ્પીકર તરીકે પસંદગી, પીએમ મોદી સહિત નેતાઓએ આપ્યો હતો પ્રસ્તાવ

વિપક્ષના વલણ પર આજે થશે ચર્ચા
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અને સહયોગી દળ બુધવાર સવારે સંસદ ભવનમાં મુલાકાત બેઠક કરશે. જેમાં આ નિર્ણય કરવામાં આવશે કે વડાપ્રધાનની તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં તેમનું શું વલણ રહશે. આમ તો, કોંગ્રેસ તેમજ કેટલાક વિપક્ષી દળ એક સાથે ચૂંટણીના વિચારનો ભૂતકાળમાં વિરોધ કરતા રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રદાન મોદીએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર ચર્ચા કરવા માટે બુધવારે સર્વદળીય બેઠક બોલાવી છે.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More