Home> India
Advertisement
Prev
Next

corona virus: ચીનના વાયરસથી ચારે તરફ ડરનો માહોલ, આ છે બચવાની રીત

કોરોના વાયરસને લઈને વિશ્વભરમાં ડર વધી રહ્યો છે. હવે તે લોકો પણ ડરી રહ્યાં છે, જે નોનવેજ અને સી-ફૂડ્સ ખાતા નથી. તેનું કારણ છે કે ચાઇનાના હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા તે સ્વીકાર કરવામાં આવ્યો કે કોરોના વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં પણ ટ્રાન્સફર થાય છે.

corona virus: ચીનના વાયરસથી ચારે તરફ ડરનો માહોલ, આ છે બચવાની રીત

નવી દિલ્હીઃ કોરોના વાયરસને (corona virus) લઈને વિશ્વભરમાં ડર વધી રહ્યો છે. હવે તે લોકો પણ ડરી રહ્યાં છે, જે નોનવેજ અને સી-ફૂડ્સ ખાતા નથી. તેનું કારણ છે કે ચાઇનાના હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા તે સ્વીકાર કરવામાં આવ્યો કે કોરોના વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં પણ ટ્રાન્સફર થાય છે. જેમ-જેમ આ વાયરસના કેસ વિશ્વના અલગ-અલગ દેશો અને શહેરોમાં સામે આવી રહ્યાં છે, લોકોની વચ્ચે તેને લઈને ડર વધવા લાગ્યો છે. આ કારણ છે કે લોકો પબ્લિક પ્લેસ પર જવાથી ડરવા લાગ્યા છે અને જો જઈ રહ્યાં છે તો માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે. 

fallbacks

પરંતુ જ્યારથી કેનેડામાં કોરોના વાયરસનો એક દર્દી અને એક શંકાસ્પદ વ્યક્તિ મળ્યા છે. ત્યારથી ત્યાં લોકો બહાર નિકળતા પહેલા સર્જિકલ માસ્ક પહેરવા લાગ્યા છે. આ ટ્રેન્ડ આપણા દેશમાં પણ જોવા મળી રહ્યો છે. પબ્લિક પ્લેસ કે જાહેર સ્થળે તમને કેટલાક લોકો માસ્ક પહેરેલા જોવા મળશે. જેમ-જેમ લોકો વચ્ચે પોતાની સુરક્ષાને લઈને માસ્ક પ્રત્યે વલણ વધી રહ્યું છે, તેમ-તેમ સમસ્યા પણ ઉભી થવા લાગી છે કે શું માસ્ક ખરેખર કોરોના વાયરસથી બચવા માટે ચોક્કસ ઉપાય છે? નિષ્ણાંતો પણ ચોક્કસથી હામાં જવાબ આપી રહ્યાં નથી. 

આ રીતે ફેલાઈ શકે છે કોરોના
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોના વાયરસ તેનાથી પીડિત વ્યક્તિ દ્વારા છીંક કે ઉધરસ ખાવા દરમિયાન આસ-પાસમાં બેઠેલા લોકોને ઇન્ફેક્ટેડ બનાવે છે. સાથે તે કોઈ પીડિત વ્યક્તિના સતત સંપર્કમાં રહેવાથી ફેલાઇ છે. તેવું નથી કે તમે રસ્તા પર જઈ રહ્યાં છો અને કોરોના પીડિત વ્યક્તિ તમારી પાસેથી પસાર થાય તો તમને ઇન્ફેક્શન લાગી જશે. 

આ છે બચાવની સૌથી શાનદાર રીત
- ઓરેન્ટો મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર સોહૈલ ગાંધી અનુસાર, કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવાથી વધુ પ્રભાવી રીત છે કે તમે હેન્ડ વોશને લઈને એલર્ટ રહો. પબ્લિક પ્લેસથી આવ્યા બાદ ઘરની કોઈપણ વસ્તુને અડતા પહેલા હાથ સારી રીતે ધોઈ લો. 

- પબ્લિક પ્લેસ પર રહેવા દરમિયાન કોઈપણ સામાન ન અડો, બસ ટ્રેનમાં મુસાફરી કરવા અને લોકોને મળ્યા બાદ પોતાના હાથને મોઢા પર ન લગાવો. 

- જો તમને કોઈપણ પ્રકારની ફિઝિકલ ઇનલેસ ફીલ થઈ રહી છે તો સારૂ છે કે તમે જાહેર સ્થળ પર ન જાવ અને ઘરમાં આરામ કરો. કારણ કે જે સમયે તમારુ શરીર થાકેલુ હોય, તે સમયે આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઇમ્યૂનિટી પાવર પહેલાની તુલનામાં નબળો પડી જાય છે. તેથી બહારનો વાયરસ આપણી પર વધુ હાવી થવાની શક્યતા વધી જાય છે. 

- મેડિકલ ફીલ્ડ એક્સપર્ટ્સ લોકોને કોરોના વાયરસને કારણે ચિંતા ન કરવાની સલાહ આપી રહ્યું છે. તેનું કહેવું છે કે ચિંતિત થઈને કોઈપણ સમસ્યાનો સામનો ન કરી શકાય. સર્જિકલ માસ્કનું બંડલ ખરીદવા કે દરેક સમયે વાયરસના ભયમાં જીવવાથી સારૂ છે કે આપણે સ્વચ્છતા અને હાઈજીનનું સંપૂર્ણ ધ્યાન રાખીએ, ખુદને કોલ્ડ, કફ અને ફ્લૂથી બચાવીને રાખીએ. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More