દુનિયાભરમાં ઈસ્લામ ધર્મને માનતા અબજો મુસલમાન છે. પરંતુ શું તમને જાણો છો કે જ્યારે ભારતીય મુસલમાન કોઈ અરબ દેશમાં જાય છે તો તેને સ્થાનિક લોકો કયા નામથી બોલાવે છે. આ ફેક્ટ જાણીને તમે ચોંકી જશો. ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન (AIIO) ના પ્રમુખ ડો. ઉમર અહમદ ઈલિયાસીને જ્યારે યુટ્યુબર શુભાંકર મિશ્રાએ આ સવાલ કર્યો તો તેમણે ચોંકાવનારી વાત જણાવી. ભારતીય મુસલમાનોને અરબ દેશોમાં મુસલમાન નથી કહેવામાં આવતા.
અરબ દેશોમાં ભારતીય મુસલમાન
જી હા. ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન (AIIO) ના પ્રમુખ ડો. ઉમર અહમદ ઈલિયાસીના જણાવ્યાં મુજબ જ્યારે કોઈ ભારતીય મુસલમાન કોઈ અરબ કંટ્રીમાં જાય છે તો તેને હિન્દી, હિન્દવી કે જમાત એ હિન્દના નામથી બોલાવવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે હિન્દુસ્તાનની ધરતી પર રહેતા મુસલમાનોને દુનિયાભરમાં હિન્દુસ્તાની ગણવામાં આવે છે. આ કારણે તેમની અલગ ઓળખ માટે હિન્દી, જમાત એ હિન્દ કહેવામાં આવે છે. અહીં હિન્દનો અર્થ છે હિન્દુસ્તાન.
કેટલો જૂનો છે ઈસ્લામ
ડો. ઉમર અહમદ ઈલિયાસીએ પોડકાસ્ટમાં એમ પણ કહ્યું કે અનેક લોકોનું માનવું છે કે ઈસ્લામ ફક્ત 1400 વર્ષ જૂનો ધર્મ છે. પરંતુ એ ખોટું છે. ઈમાન અહમદ ઈલિયાસીના જણાવ્યાં મુજબ ઈસ્લામ ધર્મ ત્યારથી છે જ્યારથી આ દુનિયામાં પહેલો માણસ હતો. જેને આદમ કે એડમ પણ કહે છે.
તાળામાં બંધ છે શિવલિંગ?
ડો. ઉમર અહમદ ઈલિયાસીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું મક્કાના હજમાં પડદાની અંદર ભગવાન શિવનું શિવલિંગ તાળા બંધીમાં રાખવામાં આવ્યું છે. જેના પર તેમણે કહ્યું કે શું શિવજી તાળામાં બંધ કરી શકાય? આવું કઈ નથી. ત્યાં કોઈ શિવલિંગ નથી. પરંતુ તે એક રૂમ છે.
વર્ષમાં બે વાર ખોલાય છે મક્કા
ડો. ઈલિયાસીએ કહ્યું કે બેતુલ્લાહને વર્ષમાં બે વાર ખોલવામાં આવે છે અને અંદર સફાઈ કરવામાં આવે છે. સઉદી અરબના બાદશાહ વર્ષમાં બે વખત સીડીથી અંદર જાય છે અને રૂમની અંદર સફાઈ કરે છે અને અંદર સુગંધી અત્તરનો છંટકાવ કરે છે. જૂના જમાનામાં ત્યાં 365 મૂર્તિઓ હતી.
મક્કામાં 365 મૂર્તિઓ
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પહેલાના જમાનામાં બેતુલ્લાહમાં રાખેલી 365 મૂર્તિઓને હિન્દુઓના દેવી દેવતાઓ સાથે કોઈ સંબંધ ન હતો. તેમણે કહ્યું કે જે રીતે હિન્દુઓમાં કુળ દવતા હોય છે એ જ રીતે જૂના જમાનામાં આવો કોઈ કોન્સેપ્ટ રહ્યો હશે, કારણ કે ત્યારે ધર્મની સ્થાપના થઈ નહતી અને લોકો પોત પોતાની આસ્થાથી મૂર્તિઓ બનાવીને રાખતા હતા. હાલમાં ત્યાં એક એવા ઈશ્વરની ઈબાદત થાય છે જે નિરાકાર છે.
જામા મસ્જિદ અને મસ્જિદમાં શું ફરક
ડો. ઉમર અહેમદ ઈલિયાસીએ કહ્યું કે મસ્જિદનો અર્થ જમા-કે-માને હોય છે. જ્યાં બધા એક જગ્યાએ ભેગા થઈને ઈબાદત કરે છે જેને મસ્જિદ કહે છે. આ રીતે જામા મસ્જિદ અને ઈદગાહ અલગ કોન્સેપ્ટ છે. જામા મસ્જિદમાં લોકો ચારેબાજુથી આવીને ભેગા થઈને શુક્રવારે નમાજ પઢે છે. તે દાયરો વધારીને લોકોમાં એક્તા ફેલાવવાના હેતુથી બનાવવામાં આવી હતી.
શું નમાજ સંસ્કૃત શબ્દ છે
ડો. ઈલિયાસીએ કહ્યું કે હા એવું છે. નમાજ ફારસીનો પણ શબ્દ છે. પરંતુ અસલમાં તે સંસ્કૃત શબ્દ છે. નમાજનો અર્થ થાય છે નમ અને અજ. નમનો અર્થ નમવું અને અજનો અર્થ ઈશ્વર. એટલે કે ઈશ્વર સામે નમવું. હિન્દુઓ પણ પોતાની રીતે નમાજ પઢે છે. ઈશ્વર સામે જ બધા ધર્મોના લોકો નમે છે. આ ફક્ત જુબાનનો ફરક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે