નવી દિલ્હી: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલુ છે. નાગરિકો અને સાથે સાથે મશહૂર હસ્તીઓ પણ હોશભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે. આ દરમિયાન દિગ્ગજો મતદાન કેન્દ્રો સુધી પહોંચવા માટે એવા એવા તરીકા અપનાવી રહ્યાં છે જેનાથી લોકોનું પણ સ્વાભાવિકપણે તેમના તરફ ધ્યાન ખેંચાયું. જેજેપી પ્રમુખ દુષ્યંત ચૌટાલા પરિવાર સાથે ટ્રેક્ટર પર સવાર થઈને બૂથ પર પહોંચ્યા હતાં. જ્યારે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ ક્યાં પાછળ રહે. કરનાલમાં તેઓ સાઈકલ ચલાવીને બૂથ પર પહોંચ્યા અને મતદાન કર્યું.
હરિયાણાની વિધાનસભા ચૂંટણીની પળેપળની અપડેટ માટે કરો ક્લિક...
નોંધનીય છે કે મનોહરલાલ ખટ્ટર કરનાલ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે. સોમવારે મતદાન શરૂ થયા બાદ સવા 10 વાગ્યાની આસપાસ તેઓ સાઈકલ પર સવાર થઈને બૂથ પર મતદાન માટે પહોંચ્યા હતાં. તેમણે આ રીતે સાઈકલ ચલાવીને મતદાન જવા પાછળ પર્યાવરણ પ્રત્યે સજાગ રહેવાનો સંદેશ પ્રદેશના લોકોને આપ્યો. મતદાન કરવા જતા પહેલા તેમણે લોકોને મતદાન માટે અપીલ પણ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે મજબુત સરકાર માટે જનતાનો એક એક મત નિર્ણાયક છે.
#WATCH Karnal: Haryana Chief Minister Manohar Lal Khattar rides a cycle to the polling booth. #HaryanaAssemblyPolls pic.twitter.com/NMUqTvfYJF
— ANI (@ANI) October 21, 2019
પર્યાવરણ રક્ષાનો સંદેશ
મતદાન બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે લોકોને સંદેશ આપવા માટે સાઈકલથી બૂથ પર પહોંચ્યા હતાં. ખટ્ટરે જણાવ્યું કે કરનાલ રેલવે સ્ટેશનથી તેમના કાર્યાલય ઈ-રિક્ષા સુધી પહોંચ્યાં. આ દરમિયાન તેમના સિક્યુરિટી ગાર્ડ પણ ઈ રિક્ષામાં જ સવાર હતાં. તેમણે કહ્યું કે કાર્યાલયથી બૂથ સુધી તેઓ સાઈકલ લઈને એટલા માટે આવ્યાં કારણ કે તેઓ લોકોને પર્યાવરણ રક્ષણનો સંદેશ આપી શકે.
હરિયાણા: 'મત આપવો એ ગાયને ખાવાનું ખવડાવવા જેટલું પુણ્યનું કામ છે'
તેમણે કહ્યું કે કરનાલ સહિત પ્રદેશની અનેક બેઠકો પર કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ હારેલી બાજી રમી રહી છે. તેઓ હાર માની ચૂકી છે. ખટ્ટર આ દરમિયાન પાર્ટીની જીતને લઈને ખુબ નિશ્ચિત જોવા મળ્યાં. તેમણે કોંગ્રેસ પર ભ્રમ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે ભાજપ પ્રદેશમાં ત્રણ ચતુર્થાંશ બહુમતી લાવી શકે છે.
#HaryanaAssemblyPolls: Jannayak Janata Party (JJP) leader Dushyant Chautala & his family arrive on a tractor, to cast their votes at a polling booth in Sirsa. pic.twitter.com/K9EHSM6klA
— ANI (@ANI) October 21, 2019
દુષ્યંત ટ્રેક્ટરથી બૂથ પહોંચ્યા
નોંધનીય છે કે ખટ્ટર અગાઉ જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલા ટ્રેક્ટર પર સવાર થઈને મતદાન મથકે પહોંચ્યા હતાં. તેમની સાથે નૈના ચૌટાલા અને મેઘના ચૌટાલા પણ હતાં. ચૌટાલા ઉચાના કલાથી જેજેપીના ઉમેદવાર છે. બબિતા ફોગટ બહેન ગીતા ફોગટ અને માતા પિતા સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં. જ્યારે ઓલિમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત, ટિકટોક સ્ટાર સોનાલી ફોગટ, અને કોંગ્રેસ અધ્યક્ષ શૈલજાએ પણ મતદાન કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે