Home> Sports
Advertisement
Prev
Next

INDvsSA: ‘હિટમેન’ રોહિતે ડોન બ્રેડમેનને પાછળ છોડી બનાવ્યા ઘણા રેકોર્ડ

હિટમેન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકાની સામે ત્રીજી ટેસ્ટ મેચમાં 255 બોલમાં 212 રનની ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ત દરમિયાન 28 ફોર અને 6 સિક્સ મારી હતી. રોહિતે 249 બોલ પર ટેસ્ટ મેચમાં પોતાના કરિયરની પહેલી બેવડી શદી ફટાકરી હતી

INDvsSA: ‘હિટમેન’ રોહિતે ડોન બ્રેડમેનને પાછળ છોડી બનાવ્યા ઘણા રેકોર્ડ

રાંચી: ભારતીય ઓપનર રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા (India vs South Africa)ની સામે શાનદાર પ્રદર્શન કરી ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. તેમાંથી એક રેકોર્ડ તે પણ છે. જેના કારણ ડોન બ્રેડમેન (Don Bradman)ને દુનિયાનો સૌથી મહાન બેટ્સમેન માનવામાં આવતો હતો. રોહિત શર્મા (Rohit Sharma)એ હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના મામલે બ્રેડમેનને પાછળ છોડી દીધો છે.

fallbacks

આ પણ વાંચો:- IND vs SA: ઉમેશે બેટિંગે મચાવી ધમાલ, તોડ્યો ફ્લેમિંગનો 15 વર્ષ જૂનો રેકોર્ડ

હિટમેન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકાની સામે ત્રીજી ટેસ્ટ મેચમાં 255 બોલમાં 212 રનની ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ત દરમિયાન 28 ફોર અને 6 સિક્સ મારી હતી. રોહિતે 249 બોલ પર ટેસ્ટ મેચમાં પોતાના કરિયરની પહેલી બેવડી શદી ફટાકરી હતી. આમ તો આ તેના કરીયરની ત્રીજી સદી છે. તે આ સીરીઝમાં 529 રન બનાવી ચુક્યો છે. તે દક્ષિણ આફ્રિકાની સામે એક સીરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.

આ પણ વાંચો:- આ હસીનાને જોતાં જ હાર્દિક પંડ્યા થઇ જાય છે ક્લિન બોલ્ડ, ટૂંક સમયમાં કરશે લગ્ન

રોહિત શર્માએ હોમ ગ્રાઉન્ડ પર 12 ટેસ્ટની 18 ઈનિંગ્સમાં 1298 રન બનાવ્યા છે. હોમ ગ્રાઉન્ડ મેચમાં રોહિત શર્માની સરેરાશ 99.84 છે. આ પ્રકારે હોમ ગ્રાઉન્ડમાં તેની સરેરાશ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ડોન બ્રેડમેનથી પણ વધારે થઇ ગઇ છે. બ્રેડમેનની હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ક્રિકેટમાં સરેરાશ 99.22 હતી.

આ પણ વાંચો:- વિજય હજારેઃ પાર્થિવની શાનદાર ઈનિંગ, દિલ્હીને હરાવી સેમિફાઇનલમાં ગુજરાત

રોહિત શર્માએ હોમ ગ્રાઉન્ડ મેચમાં 6 સદી અને 5 ફિફ્ટી ફટકારી ચુક્યો છે. બ્રેડમેન હોમ ગ્રાઉન્ડ પર 33 મેચ રહ્યો હતો. તેણે આ મેચોમાં 98.22ની સરેરાથી 4322 રન બનાવ્યા હતા. જેમાં 18 સદી અને 10 ફિફ્ટી સામેલ છે.

આ પણ વાંચો:- રાંચી ટેસ્ટઃ રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો 71 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

રોહિત શર્મા ટેસ્ટ અને વને ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર દુનિયાનો ચોથો બેટ્સમેન બની ગયો છે. રોહિતથી પહેલા સચિન તેન્દુલકર, વિરેન્દ્ર સહેવાગ અને ક્રિસ ગેલે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ડોન બ્રેડમેનની વાત કરીએ તો તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે 12 બેવડી સદી ફટકારનાર બેટ્સમેન છે જ્યારે તે ક્રિકેટના મેદાન પર સક્રિય હતા. ત્યારે વન ડે અથવા ટી-20 ક્રિકેટ અસ્તિત્વમાં ન હતી.

જુઓ Live TV:-

સ્પોર્ટ્સના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More