Home> India
Advertisement
Prev
Next

Shiv Sena Symbol: ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને આપ્યું મશાલ ચિન્હ, પાર્ટીને મળ્યું નવું નામ

Shiv Sena News: ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને આગામી વિધાનસભા પેટા ચૂંટણી માટે મશાલનું ચિન્હ ફાળવ્યું છે. 

Shiv Sena Symbol: ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને આપ્યું મશાલ ચિન્હ, પાર્ટીને મળ્યું નવું નામ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ઉદ્ધવ જૂથને અંધેરી પૂર્વ સીટ પર વિધાનસભા પેટાચૂંટણી માટે મશાલનું નિશાન આપ્યું છે. પંચે કહ્યું કે, કોઈપણ ધાર્મિક નિશાન ચૂંટણી માટે ન આપી શકાય. નોંધનીય છે કે ઉદ્ધવ જૂથે મશાલ, ત્રિશૂલ અને ઉગતા સૂરચનો વિકલ્પ ચૂંટણી પંચ સામે રાખ્યો હતો. તો શિંદે જૂથે ગદા, ઉગતો સૂરજ અને ત્રિશૂલનો વિકલ્પ આપ્યો હતો, જેને નકારી દેવામાં આવ્યો છે. 

fallbacks

ઉદ્ધવ જૂથને ચૂંટણી પંચે પાર્ટીનું નામ 'શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)' આપ્યું છે. તો ચૂંટણી પંચે શિંદે જૂથના નિશાનના ત્રણ વિકલ્પોને નકારી દીધા છે. પરંતુ પેટાચૂંટણીમાં શિંદે જૂથની પાર્ટીનું નામ 'બાલાસાહેબાંચી શિવસેના' હશે. ચૂંટણી પંચે કહ્યું કે પાર્ટીના નામને લઈને શિંદે જૂથની જે પહેલી પ્રાથમિકતા હતા તે વિરોધી જૂથે પણ પહેલી પ્રાથમિકતામાં રાખી હતી. તેવામાં બંને જૂથને તે નામ આપવામાં આવી રહ્યું નથી. 

નોંધનીય છે કે 3 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી શિંદે અને ઠાકરે જૂથ માટે લિટમસ ટેસ્ટ સાબિત થવાની છે. આ સીટ શિવસેના ધારાસભ્ય રમેશ લાતકેના નિધન બાદ ખાલી થઈ છે. શિવસેનાએ તેમના પત્ની રિતુજાને અહીંથી ટિકિટ આપી છે. તો શિંદે જૂથ અને ભાજપ મુરજી પટેલને ઉતારવાની યોજના બનાવી રહ્યું છે, જે 2019માં ચૂંટણી હારી ગયા હતા. શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથમાં પાર્ટીના નિશાન અને નામને લઈને કાયદાકીય લડાઈ વચ્ચે ચૂંટણી પંચે પાર્ટીનું નામ અને નિશાન બંને ફ્રીઝ કરી દીધા હતા. 

આ પહેલાં સોમવારે ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથે ચૂંટણી પંચને ત્રણ-ત્રણ વૈકલ્પિક ચિન્હ અને નામ આપ્યા હતા. ત્યારબાદ ચૂંટણી પંચે આ ત્રણેય ચિન્હો અને નામોની તપાસ કરી. ચૂંટણી પંચે ધાર્મિક અર્થોનો હવાલો આપતા શિવસેનાના વિરોધી જૂથ માટે ત્રિશૂલ અને ગદાને ચૂંટણી ચિન્હના રૂપમાં ફાળવવાનો ઇનકાર કરી દીધો છે. ચૂંટણી પંચે શિંદે જૂથને કાલે 11 ઓક્ટોબરે ત્રણ નવા પ્રતીકોની એક યાદી આપવાનું કહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More