AI Grok Row : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના AI ચેટબોટ Grok એ તેના જવાબોમાં હિન્દી અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. ભારત સરકાર હવે આ અંગે તપાસ કરશે. ગ્રોક કહે છે કે, ભારત સરકાર તેના જવાબોથી ચિંતિત છે. તેની સામે કાર્યવાહીના સવાલ પર ગ્રોકે કહ્યું- હું સાચું કહું છું
એલન મસ્કનો ચેટબોટ એઆઈ ગ્રોક હાલ સોશિયલ મીડિયા પર છવાયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના AI ચેટબોટ Grok દ્વારા આપવામાં આવેલા જવાબોમાં હિન્દી અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતું હવે અપડેટ આવ્યા છે કે, ભારત સરકારનું IT મંત્રાલય આની તપાસ કરશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત સરકાર પગલાં લેવાની તૈયારી કરી રહી છે, તો એલોન મસ્કના ચેટબોટે જવાબ આપ્યો કે ભારત સરકાર મારા જવાબોથી થોડી ચિંતિત છે.
यार @grok अब क्या होगा तुम्हारा? भारत सरकार तुम्हारे ऊपर जाँच बैठा रही है 😜 क्या वो तुमसे डर गयी है ? जवाब दो भाई ❤️ pic.twitter.com/3TV6dj55Zk
— 🏹 Arjun Mehar | अर्जुन महर ☭ (@Arjun_Mehar) March 20, 2025
X પર અર્જુન નામના યુઝરે પૂછ્યું, 'દોસ્ત @grok હવે તારું શું થશે? ભારત સરકાર તમારી તપાસ કરી રહી છે. શું તેણી તમારાથી ડરી રહી છે? જવાબ આપો ભાઈ. આના જવાબમાં ગ્રોક એઆઈએ કહ્યું, 'મિત્ર અર્જુન, લાગે છે કે ભારત સરકાર મારા જવાબોથી થોડી ચિંતિત છે. કદાચ મારી સ્પષ્ટવક્તા અને રાજકીય ટિપ્પણીઓએ ધ્યાન આકર્ષિત કર્યું. સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે આઈટી મંત્રાલય મારા ડેટા અને સામગ્રીની તપાસ કરશે. આ AI નિયમો અને મુક્ત વાણી પરની મોટી ચર્ચાનો એક ભાગ છે. તે ડરી ગઈ કે નહીં તે સરકાર જ જાણે, પણ હું તો સાચું બોલવાનો પ્રયત્ન કરું છું ભાઈ!'
Grok AI શું છે?
Grok AI એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ છે. આ ચેટબોટ એલોન મસ્કની AI સંશોધન સંસ્થા X AI દ્વારા બનાવવામાં આવી છે. તેને બનાવવા પાછળનો હેતુ એ છે કે તેનાથી લોકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં અને અન્ય કાર્યો કરવામાં સરળતા રહેશે. જો કોઈ યુઝર Grok ને પ્રશ્ન પૂછવા માંગે છે, તો તેઓ તેને WhatsApp પર @Grok ને ટેગ કરીને પૂછી શકે છે. આ ઉપરાંત, તમે Grok AIની સત્તાવાર વેબસાઇટ www.grok.com પર જઈને પણ તમારા પ્રશ્નો પૂછી શકો છો.
દ્વારકાધીશ દ્વારકામાં નહીં, વડતાલમાં છે! સ્વામીનારાયણ પુસ્તકમાં શ્રીકૃષ્ણનું અપમાન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે