Home> Technology
Advertisement
Prev
Next

WhatsApp પર ફોટો શેયરિંગ થશે વધુ મજેદાર! હવે હલતી જોવા મળશે તસવીરો, જાણો કેવી રીતે?

મેટા ટૂંક સમયમાં જ WhatsApp પર ફોટો શેરિંગને વધુ મજેદાર બનાવવા જઈ રહ્યું છે. ખરેખર, કંપની મોશન ફોટો નામનું એક નવું ફીચર લાવી રહી છે, જેના પછી જ્યારે તમે ફોટો શેર કરશો ત્યારે તમને મૂવિંગ પિક્ચર્સ દેખાશે.

WhatsApp પર ફોટો શેયરિંગ થશે વધુ મજેદાર! હવે હલતી જોવા મળશે તસવીરો, જાણો કેવી રીતે?

WhatsApp પોતાના લાખો યુઝર્સ માટે સતત નવા ફીચર્સ રજૂ કરી રહ્યું છે. આ ફીચર્સ સાથે યુઝર એક્સપીરિયન્સને વધુ ઇમર્સિવ બનાવવા માટે કંપની નવા ફીચર્સ પર કામ કરી રહી છે. તાજેતરના એક રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે કંપની WhatsAppના એન્ડ્રોઇડ વર્ઝન 2.24.24.9 અપડેટમાં પ્લેટફોર્મ પર ફોટો અને વીડિયો આલ્બમ્સ મોકલવા માટે એક નવું ગેલેરી ઇન્ટરફેસ લાવવાની તૈયારી કરી રહી છે.

fallbacks

દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે આ નવા ઇન્ટરફેસ સિવાય WhatsApp અન્ય મોટા અપડેટ પર કામ કરી રહ્યું છે, જે તમને મોશન ફોટો શેર કરવાની મંજૂરી આપશે. આ નવું ફીચર એન્ડ્રોઇડ 2.25.8.12 અપડેટમાં જોવામાં આવ્યું છે, જે Google Play Store પર ઉપલબ્ધ છે. આ નવું ફીચર યુઝર્સને ચેટ, ગ્રૂપ અને ચેનલ્સમાં મોશન ફોટો મોકલી શકશે. એટલે કે હવે તમે તસવીરો ફરતા જોશો.

સમજો શું છે મોશન ફોટો?
જે લોકો iPhone નો ઉપયોગ કરે છે તે લોકો આ ફીચર્સને સારી રીતે સમજી શકે છે, પરંતુ Androidમાં આવું ભાગ્યે જ જોવા મળે છે. વાસ્તવમાં મોશન ફોટો એક એવો મીડિયા ફોર્મેટ છે જે ફોટો ક્લિક કર્યા પહેલા અને પછીની કેટલીક ક્ષણોને કેપ્ચર કરી લે છે. રેગ્યુલર ફોટોની સરખામણીમાં મોશન ફોટોમાં થોડી સેકન્ડના વિડિયો અને ઑડિયોનો પણ સમાવેશ થાય છે, જે યાદોને વધુ ખાસ બનાવે છે. જો કે, આ ફીચર સેમસંગ અને Google Pixel સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે, જ્યાં તેને ‘Motion Photos’ અથવા ‘ટોપ શૉટ’ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે Live Photos નામનું આ ફીચર Appleના iPhone પર ખૂબ જ લોકપ્રિય છે, જે લાંબા સમયથી iOS માટે WhatsApp પર હાજર છે.

કેવી રીતે કામ કરશે આ ખાસ ફીચર ?
નવા અપડેટ પછી જ્યારે તમે વોટ્સએપ પર ગેલેરી ખોલશો, ત્યારે તમે મોશન ફોટો તરીકે ફોટા મોકલી શકશો. આ ફીચર દ્વારા તમે સ્ટેટિક ઈમેજ અને મોશન ફોટો વચ્ચે પસંદગી કરી શકશો. જો મોશન ફોટોનો વિકલ્પ ઉપલબ્ધ છે, તો યૂઝર્સ તેને એક ક્લિકથી સરળતાથી શેર કરી શકશે. જો કે, આ સુવિધા હાલમાં પરીક્ષણ તબક્કામાં છે અને આગામી નવા અપડેટ્સમાં દરેક માટે રજૂ કરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More