જમ્મૂ: જમ્મૂ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાબળોની આતંકવાદીઓ સાથે અથડામણ થઇ આ દરમિયાન એક આતંકવાદી ઠાર મારવામાં આવ્યો છે. તાજા જાણકારી અનુસાર લારનૂ વિસ્તારમાં સુરક્ષાબળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. આતંકવાદીઓને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું પરંતુ બદલમાં બીજી તરફ ફાયરિંગ કરવામાં આવ્યું. જવાબી કાર્યવહીમાં જડબાતોડ આપતાં આર્મીના જવાનોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. હાલ ઠાર મારેલા આતંકવાદીની ઓળખ થઇ શકી નથી.
સુરક્ષાબળોએ આસપાસના વિસ્તારમાં ઘેરી લીધા છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન (Search Operation) ચાલી રહ્યું છે. તો બીજી તરફ મૃત્યું પામેલા આતંકવાદી પાસેથી હથિયાર મળી આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે