ઝી મીડિયા/બ્યૂરો :હંમેશા લોકો ડોક્ટરને જોઈને ભાગતા હોય છે. બીમાર થાય તો પણ ડોક્ટર પાસે છેલ્લા જવાનું પસંદ કરીને પહેલા ઘરેલુ ઉપચાર કરતા હોય છે. પરંતુ એવી પણ એક ડોક્ટર છે, જેની પાસે જવા માટે લોકો બીમાર પડવા માંગે છે. તેની એક ઝલક મળી જાય તે માટે લોકો નાનીમોટી બીમારી લઈને તેની પાસે જાય છે. આ સત્ય હકીકત છે. અમેરિકાની એક સુંદર અને હોટ ડોક્ટરના દિવાના દુનિયાભરમા વધી રહ્યા છે. આ મહિલા ડોક્ટરના ચાહકો લાખો માઈલ દૂરથી તેની પાસે ઈલાજ કરાવવા આવે છે.
નામ છે ડોક્ટર જેસેનિયા
અમેરિકાના ફ્લોરિડામાં રહેનારી સુંદર ડોક્ટરનીનું નામ છે જેસેનિયા, જે પોતાની તબીબી આવડત કરતા પણ વધુ તેની સેક્સી અને આકર્ષક ફિગર માટે પ્રખ્યાત છે. જેસેનિયા પાસે સારવાર કરાવવા માટે લાખો લોકો હંમેશા તૈયાર રહે છે. કેમ કે, જેસેનિયા ડોક્ટર તો છે, પણ તે દુનિયાની સૌથી હોટ હસીન અને સેક્સી ડોક્ટર પણ છે. આ જ તેની ઓળખ છે.
પહેલા હતી સાઈક્રિયાટ્રિક કન્સલટન્ટ
અંગ્રેજીમાં કહેવાય છે કે, ‘if the doctor is beautiful keep apple away...’ 32 વર્ષીય ડોક્ટર જેસેનિયા દુનિયાની સૌથી સુદર અને હોટ ડોક્ટર હોવાનું દુનિયાભરમાં કહેવાય છે. આજથી થોડા વર્ષ પહેલા તો સાઈક્રિયાટ્રિક ક્લિનિકમાં કન્સલટન્ટ તરીકે પોતાની સેવા આપતી હતી. તે આત્મહત્યા કરવા જનારા લોકોની સારવાર કરીને તેમનો ઉપચાર કરતી હતી. અચાનક તેનુ મન બદલાયું અને તબીબી વ્યવસાયની સાથે તેણે મોડેલિંગનો વ્યવસાય પણ શરૂ કર્યો. જ્યાં પણ તે સફળ રહી અને દુનિયામાં ફેમસ થતી ગઈ.
આ પણ વાંચો : નવરાત્રિમાં અખંડ જ્યોતનું છે ખાસ મહત્વ, ઘરનો ખૂણેખૂણો પોઝિટિવ બનાવી દે છે
પાર્ટટાઈમ ડોક્ટર છે જેસેનિયા
જેસેનિયા પાર્ટટાઈમ ડોક્ટર છે, કેમ કે તેની પાસે સમય બહુ જ ઓછો રહે છે. આંતરરાષ્ટ્રીય મેગેઝિનના કવરપેજ પર પણ આવ્યા બાદ જેસેનિયા હવે પોપ્યુલર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર તેના દ્વારા પોસ્ટ કરાતી દરેક તસવીર વાયરલ થઈ જાય છે. દુનિયાની સૌથી હોટ ડોક્ટર જેસેનિયાની સાથે સમય વિતાવવા માટે લોકો જાણી જોઈને બીમાર પડે છે અને સારવાર કરાવવા તેની પાસે લાઈન લાગતી હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે