શ્રીનગરઃ જમ્મુમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો છે આ પછી હવામાં સાયરન વગાડવામાં આવ્યા અને આખા જમ્મુમાં અંધારપટ છવાઈ ગયો. લોકોને પોતાના ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. પાકિસ્તાનથી જમ્મુમાં અનેક ડ્રોન મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું અને અખનૂરમાં સાયરનનો અવાજ સંભળાયો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા આ ડ્રોનને તોડી પાડ્યા.
#WATCH | Sirens being heard in Akhnoor, Jammu and Kashmir
More details awaited. pic.twitter.com/eiGdyj14Tq
— ANI (@ANI) May 8, 2025
વિસ્ફોટના અવાજ બાદ જમ્મુમાં વાયુ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરવામાં આવી છે. જમ્મુમાં 5-6 વિસ્ફોટોના અવાજ સંભળાયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ડ્રોન અને મિસાઇલ હુમલાની શક્યતા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગની આશંકા છે. જાણકારી પ્રમાણે જમ્મુ એરસ્ટ્રિપ પર રોકેટ હુમલો થયો છે. સાંબામાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબારી કરવામાં આવી રહી છે. તેને જોતા આરએસપુરા વિસ્તારમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, અહીં સાયરન વાગી રહ્યું છે. જમ્મુ શહેરમાં મોબાઈલ નેટવર્ક કામ કરી રહ્યાં નથી.
આકાશમાં ડ્રોન દેખાતા જમ્મુમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ ડ્રોન હુમલા થયા છે. જમ્મુ બાદ કાશ્મીરના કુપવાડામાં પણ ગોળીબારના સમાચાર છે. ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું. ભારતે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો. આરએસપોરામાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા. ભારતે પાકિસ્તાનની 8 મિસાઇલો તોડી પાડી.
#WATCH | J&K | A complete blackout has been enforced in Samba of Jammu Division and sirens can be heard. pic.twitter.com/FQg159pO0k
— ANI (@ANI) May 8, 2025
જમ્મુની સાથે પઠાણકોટમાં પણ સાયરનનો અવાજ સંભળાયો
અખનૂરની જેમ, પૂંચમાં પણ સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો છે. અહીં 2-3 મિનિટ સુધી સાયરનનો અવાજ સંભળાયો. આ ઉપરાંત પઠાણકોટમાં 5-6 વિસ્ફોટોના અવાજ સંભળાયા. ત્યાં પણ આવી જ પ્રવૃત્તિ ચાલી રહી છે. પાકિસ્તાન દ્વારા પણ આવો જ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાને ફરી તોડ્યું સીઝફાયર
પાકિસ્તાને લાઇન ઓફ કંટ્રોલ પર ફરી સીઝફાયર તોડ્યું છે. પાકિસ્તાની સેનાએ કુપવાડા, કેરન, તંગધાર અને કરનાહમાં ભારતીય ચેક પોસ્ટ અને નાગરિક વિસ્તારમાં ગોળીબારી કરી રહ્યું છે.
સરહદ પર ગોળીબારી કરી રહ્યું છે પાકિસ્તાન
પાકિસ્તાન તરફથી સરહદ પર સતત ગોળીબાર થઈ રહ્યો છે. પાકિસ્તાને જમ્મુ એરપોર્ટ પર મિસાઇલ છોડી. આને ધ્યાનમાં રાખીને, જમ્મુના આરએસપુરા વિસ્તારમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. પંજાબ અને રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. સેના અને બીએસએફએ લગભગ 100 કિલોમીટરના સરહદી વિસ્તારોને બંધ કરી દીધા છે.
પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના અનેક વિસ્તારોમાં ડ્રોન હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. જમ્મુમાં પણ વિસ્ફોટોના અવાજો સંભળાયા. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ જમ્મુ યુનિવર્સિટી નજીક બે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા. પાકિસ્તાને જમ્મુ એરપોર્ટ, જમ્મુ રેલ્વે સ્ટેશન, ચન્ની હિંમત (જમ્મુ), આરએસ પુરા (જમ્મુને અડીને આવેલા સરહદી વિસ્તાર) પર ડ્રોનથી હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધ જેવી સ્થિતિ
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનના આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો અને તેના આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. આ પછી, 7-8 મેની રાત્રે, પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતે તેને નિષ્ફળ બનાવ્યો. 8 મેની સવારે, ભારતે પાકિસ્તાન સામે બદલો લીધો.
ભારતે લાહોરમાં પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો. તે જ સમયે, પાકિસ્તાને સાંજે ફરી એકવાર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો. જમ્મુ એરપોર્ટ પર સતત વિસ્ફોટોના અવાજ આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર બાદ હવે અમૃતસરમાં પણ બ્લેકઆઉટ થઈ ગયું છે. હોટલ અને બજારો જેવી બધી જગ્યાએ લાઇટ બંધ કરી દેવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે