Colonel Sofiya Qureshi: પહેલગામમાં થયેલા હુમલા બાદ પાકિસ્તાને તેની જ ભાષામાં પાઠ ભણાવ્યો છે. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યો હતો. જેમાં 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલા પછી દરેક વ્યક્તિ ભારત સરકારની પ્રશંસા કરી રહી છે. સાથે જ કાર્યવાહીનું નામ 'ઓપરેશન સિંદૂર' રાખવાની સાથે બે મહિલા અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી બ્રીફિંગની પણ સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે બ્રીફિંગ આપ્યું હતું.
કર્નલ સોફિયા અને વ્યોમિકાના પણ દરેક વ્યક્તિ વખાણ કરી રહ્યા છે. કર્નલ સોફિયા વિશે વાત કરીએ તો, તે ભારતીય સેનાની એક હિંમતવાન અને મિસાલ બનનારી અધિકારી છે, જેમની સુપ્રીમ કોર્ટે 2020માં પ્રશંસા પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં મહિલાઓને સેનામાં કાયમી કમિશન આપવાની વાત કરી હતી, જે દરમિયાન કોર્ટે કર્નલ કુરેશીની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, મહિલા અધિકારીઓ પુરુષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહી છે અને તેમણે સેનાને ગૌરવ અપાવ્યું છે.
'PM ડરપોક છે..' ભારતના તાબડતોબ હુમલાથી દેહશતમાં પાકિસ્તાની,શાહબાઝની લગાવી દીધી ક્લાસ
કોર્ટે કર્નલ સોફિયા વિશે શું કહ્યું?
દેશની સર્વોચ્ચ અદાલતના તત્કાલીન ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને અજય રસ્તોગીની બેન્ચ દ્વારા ઘણી મહિલા અધિકારીઓની સિદ્ધિઓની ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે સૌપ્રથમ કર્નલ સોફિયાની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો.
કર્નલ સોફિયા કુરેશીએ ઈતિહાસ રચીને પ્રથમ વખત એક આંતરરાષ્ટ્રીય લશ્કરી કવાયત 'Exercise Force 18' માં ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. આ ભારતમાં આયોજિત સૌથી મોટી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત હતી. તે આર્મીના સિગ્નલ કોર્પ્સમાંથી છે અને ટેકનિકલ કોમ્યુનિકેશનમાં નિષ્ણાત છે. વર્ષ 2006માં તેમણે કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં પણ ભાગ લીધો, જ્યાં તેમણે સીઝફાયરનું નિરીક્ષણ કર્યું અને માનવતાવાદી કાર્ય કર્યું.
આ ડ્રોનથી ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ,જાણો શું છે તેની ખાસિયત-તાકાત
સેનામાં મહિલાઓના અધિકારો પર સુપ્રીમ કોર્ટ
આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે મહિલાઓ સામે થઈ રહેલા ભેદભાવ પર કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, મહિલાઓની જૈવિક રચના અને સામાજિક પરિસ્થિતિઓનો ઉપયોગ તેમની સામે કરવો ખોટું અને ગેરબંધારણીય છે. કોર્ટે કહ્યું કે, તેમને ફક્ત સ્ટાફની ભૂમિકાઓ સુધી મર્યાદિત રાખવા અન્યાયપૂર્ણ છે, તેમને કમાન્ડ રોલ પણ આપવો જોઈએ.
ઓપરેશન સિંદૂરના 24 કલાકમાં PAKના હથિયારો ખતમ? ઈરાન પાસે માંગ્યા શાહિદ-126 ડ્રોન
કર્નલ સોફિયાનો અભ્યાસ
સોફિયા કુરેશીનો જન્મ 1974માં વડોદરા (ગુજરાત)માં થયો હતો. તેમણે બાયોકેમિસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત તેમણે ઉત્તર-પૂર્વ ભારતમાં પૂર રાહત કામગીરીમાં પણ સક્રિય ભૂમિકા ભજવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે