નવી દિલ્હી: કેન્દ્રમાં ભાજપ (BJP) ના નેતૃત્વવાળી એનડીએ સરકારે ખેડૂત આંદોલન (Farmers Protest) પર વિપક્ષના બેવડા ચરિત્રનો આરોપ લગાવીને આકરા પ્રહાર કર્યા છે. ભાજપે આરોપ લગાવ્યો કે વિરોધી પક્ષો બેવડું વલણ અપનાવી રહ્યા છે. એક સમયે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર APMC એક્ટમાં ફેરફારની માગણી કરી રહી હતી અને હવે તે જ કોંગ્રેસ ખેડૂત આંદોલનનું સમર્થન કરે છે.
અરવિંદ કેજરીવાલ Singhu border પર ખેડૂતોને મળ્યા, કહ્યું- 'હું CM નથી, તમારો સેવાદાર છું'
ખેડૂતોની જમીન સંપૂર્ણ રીતે સુરક્ષિત
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ખેડૂતોની જમીન નવા કાયદામાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ કાયદો ખેડૂતોને સગવડો આપે છે અને ભરોસો કરે છે. ખેડૂતોની જમીન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. બેવડા ચરિત્ર અને બેવડું વલણ વિરોધી પક્ષો અપનાવી રહ્યા છે.
किसान आंदोलन के नेताओं ने साफ-साफ कहा है कि राजनीतिक लोग हमारे मंच पर नहीं आएं। हम उनकी इन भावनाओं का सम्मान करते हैं। लेकिन ये सभी कूद रहे हैं, क्योंकि इन्हें भाजपा और नरेन्द्र मोदी का विरोध करने का एक और मौका मिल रहा है: रविशंकर प्रसाद #FarmersProtest https://t.co/PkdgocXRTc
— ANI_HindiNews (@AHindinews) December 7, 2020
કોંગ્રેસ, NCP પર આકરા પ્રહારો
પ્રસાદે કહ્યું કે આજે અમે વિરોધી પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ, NCP અને તેમના સહયોગી પક્ષોના શરમજનક બેવડા ચરિત્રને દેશ સામે બતાવવા આવ્યા છીએ. આજે જ્યારે તેમનું રાજકીય વજૂદ ખતમ થઈ રહ્યું છે ત્યારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેઓ કોઈ પણ વિરોધી આંદોલનમાં જોડાઈ જાય છે. જ્યારે શરદ પવાર કૃષિ મંત્રી હતા ત્યારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે પત્ર લખ્યો હતો.
Farmer Protest: પગપાળા કન્નોજ જવા નીકળી પડેલા અખિલેશ યાદવની અટકાયત
કેજરીવાલ ઉપર પણ આકરા પ્રહારો
પ્રસાદે કહ્યું કે અરવિંદ કેજરીવાલની સરકારે 23 નવેમ્બર 2020ના રોજ નવા કાયદાને નોટિફાય કરીને દિલ્હીમાં લાગુ કરી દીધો છે. અહીં તમે વિરોધ કરી રહ્યા છો અને ત્યાં તમે ગેજેટ બહાર પાડો છો. આ બેવડું ચરિત્ર બતાવે છે.
પ્રસાદે કહ્યું કે ખેડૂત આંદોલનના નેતાઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે રાજનીતિક લોકો અમારા મંચ પર ન આવે. અમે તેમની આ ભાવનાઓનું સન્માન કરીએ છીએ. પરંતુ આ બધા કૂદી રહ્યા છે. કારણ કે તેમને ભાજપ અને નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા માટે વધુ એક તક મળી રહી છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે