Home> India
Advertisement
Prev
Next

તેલુગુ સ્ટાર Vijayashanti એ ભગવો ધારણ કર્યો

અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા વિજયાશાંતિએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભગવો ધારણ કર્યો છે. રવિવારે સાંજે વિજયાશાંતિએ નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) સાથે મુલાકાત કરી હતી. 

તેલુગુ સ્ટાર Vijayashanti એ ભગવો ધારણ કર્યો

નવી દિલ્હી: અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા વિજયાશાંતિ  (Vijayashanti) એ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભગવો ધારણ કર્યો છે. રવિવારે સાંજે વિજયાશાંતિએ નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ તેમણે ભાજપના નેતા જી કિશન રેડ્ડી અને તેલંગણા ભાજપ ચીફ બંડી સંજયકુમાર(Bandi Sanjay Kumar) સાથે પણ મુલાકાત કરી હતી. 

fallbacks

'Yeh Rishta Kya Kehlata Hai' ફેમ દિવ્યા ભટનાગરનું નિધન, કોરોનાથી પીડિત હતી અભિનેત્રી

2014માં જોડાયા હતા કોંગ્રેસમાં
વિજયાશાંતિએ 2014માં કોંગ્રેસ જોઈન કર્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી પૂર્વ સાંસદ રહી ચૂકેલા વિજયાશાંતિ પાર્ટી સંબંધિત ગતિવિધિઓમાં સક્રિય નહતી. 

પહેલા પણ રહી ચૂકી છે ભાજપનો હિસ્સો
વિજયાશાંતિએ ભાજપ સાથે જોડાઈને જ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ટીઆરએસ જોઈન કર્યું અને પછી 2014માં કોંગ્રેસમાં જોડાઈ ગઈ. હવે ફરીથી એકવાર તેની ઘરવાપસી થઈ છે. વિજયાશાંતિએ જ્યારે કોંગ્રેસ જોઈન કર્યું ત્યારે તેલંગણા અને આંધ્ર પ્રદેશ અલગ થયા નહતા. 

Priyanka Chopra એ કર્યું ખેડૂતોનું સમર્થન, સરકારને કરી આ અપીલ

વિજયાશાંતિથી ભાજપને ફાયદો
એવું કહેવાય છે કે વિજયાશાંતિ ભાજપમાં જોડાતા તેલંગણામાં ભાજપની સ્થિતિ વધુ સારી થશે. હાલમાં જ ભાજપે GHMCની ચૂંટણીમાં ખુબ સારું પ્રદર્શન કર્યું. ભાજપે આ ચૂંટણીમાં 48 બેઠકો મેળવી. જ્યારે ટીઆરએને 55 મળી. આ ચૂંટણીમાં ભાજપ બીજી મોટી પાર્ટી બનીને ઉભરી. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More