Home> India
Advertisement
Prev
Next

લખનઉ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ સમયે પ્લેનના પૈડામાંથી નીકળી ચિંગારી, ધૂમાડો

અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન અકસ્માતના કારણે દેશ હજુ પણ આઘાતમાં છે ત્યાં લખનઉના અમૌસી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી. જાણો વિગતો. 

લખનઉ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ સમયે પ્લેનના પૈડામાંથી નીકળી ચિંગારી, ધૂમાડો

લખનઉ એરપોર્ટ પર અમૌસી એરપોર્ટ પર પ્લેનના પૈડામાં આગ લાગી ગઈ. રવિવારે સવારે લેન્ડિંગ બાદ ટેક્સી વે પર જતી વખતે સાઉદી અરેબિયા એરલાઈન્સના વિમાનના ડાબા પૈડામાંથી ચિંગારી અને ખુબ ધૂમાડો જોવા મળ્યો. આ વિમાન સાઉદી અરેબિયાના જેદ્દાહથી હજયાત્રીઓને લઈને પાછું ફર્યું હતું. ચિંગારી જોતા જ પાઈલોટે એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી હતી. ત્યારબાદ અફરાતફરી મચતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. 

fallbacks

શું છે સમગ્ર મામલો
જ્યારે આગ પર  કાબૂ મેળવી લેવાયો ત્યારે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાયા હતા. મળતી માહિતી મુજબ સાઉદી અરેબિયા એરલાઈન્સનું વિમાન એસવી 3112એ શનિવારે રાતે લગભગ 11.30 કલાકે જેદ્દાહ એરપોર્ટથી ઉડાણ ભરી હતી. આ વિમાનમાં 242 હજયાત્રીઓ હતા. આ વિમાન રવિવાર સવારે લગભગ 6.30 વાગે અમૌસી એરપોર્ટ પહોંચ્યુ હતું. 

ઘટનાથી દહેશતમાં મુસાફરો
સૂત્રોના જણાવ્યાં મુજબ રનવે પર  લેન્ડિંગ બાદ વિમાન ટેક્સી વે પર આવી રહ્યું હતું. ત્યારે તેના ડાબા પૈડા પાસેથી ધુમાડા સાથે ચિંગારી ઉઠવા લાગી હતી. આ જોઈને પાઈલોટે એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી. ત્યારબાદ એરપોર્ટ પર હાજર ફાયર સેફ્ટી ટીમ ઘટના સ્થળે પહોંચી. ફોમ અને પાણી ફેંકીને 20 મિનિટમાં સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન મુસાફરો વિમાનની અંદર જ હતા. મુસાફરોને જ્યારે આ વાતની જાણ થઈ તો તેઓ દહેશતમાં આવી ગયા હતા. સ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ વિમાનને પુશ બેક કરીને ટેક્સી વે પર લઈ જવાયું. 

કેમ થયો હતો અકસ્માત
યાત્રીઓને સુરક્ષિત રીતે પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા. ત્યારબાદ એન્જિનિયરોની એક ટીમ વિમાનમાં આવેલી ખરાબી દૂર કરવામાં લાગી. પરંતુ મોડી સાંજ સુધી ખરાબી દૂર થઈ શકે નહતી. સૂત્રોના જણાવ્યાં મુજબ રનવે પર વિમાનના ઉતરવા દરમિયાન ડાબી બાજુના પૈડામાં ખામી આવી ગઈ હતી. એવું કહેવાય છે કે હાઈડ્રોલિક સિસ્ટમમાં લીકેજના કારણે આવું થયું. આ કારણે પૈડામાંથી ખુબ ધુમાડા સાથે ચિંગારી ઉઠવા લાગી.ય 

એરપોર્ટ પ્રવક્તાનું માનીએ તો વિમાનમાં કેટલીક ટેક્નિકલ ખામી આવી હતી. એન્જિનિયરોની ટીમ તેને ઠીક કરી રહી છે. હજયાત્રીઓની વાપસી દરમિયાન સાઉદી અરેબિયા એરલાઈન્સનું વિમાન જેદ્દાહથી મુસાફરોને લઈને લખનઉ આવે છે. અહીંથી વિમાન ખાલી જાય છે. ખરાબી દૂર થતા જ વિમાનને પાછું જેદ્દાહ રવાના કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More