નવી દિલ્હીઃ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) ના સંસ્થાપક શિબુ સોરેનનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પુત્ર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ દુખદ સમાચારની પુષ્ટિ કરી છે.
आदरणीय दिशोम गुरुजी हम सभी को छोड़कर चले गए हैं।
आज मैं शून्य हो गया हूँ...
— Hemant Soren (@HemantSorenJMM) August 4, 2025
મુખ્યમંત્રી હેમંત સોરેને એક્સ પર લખ્યું, 'આદરણીય દિશોમ ગુરૂજી આપણા બધાને છોડીને ચાલ્યા ગયા છે. આજે હું શૂન્ય થઈ ગયો છું.' હોસ્પિટલ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે પૂર્વ મુખ્યમંત્રીને સવારે 8.56 કલાકે મૃત જાહેર કરવામાં આવ્યા. કિડનીની સમસ્યાથી પીડિત સોરેનને આશરે દોઢ મહિના પહેલા સ્ટ્રોક આવ્યો હતો. તેઓ એક મહિનાથી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. ડોક્ટરોની એક ટીમ સતત તેમના પર નજર રાખી રહી હતી.
શિબુ સોરેન ત્રણ વખત બન્યા ઝારખંડના મુખ્યમંત્રી
વરિષ્ઠ આદિવાસી નેતા શિબુ સોરેને 38 વર્ષ કરતા વધુ સમય ઝારખંડ મુક્તિ મોર્ચાનું નેતૃત્વ કર્યું હતું. તેમણે રાજ્ય માટે લાંબા સમય સુધી આંદોલન ચલાવ્યું અને ત્રણ વખત ઝારખંડની કમાન સંભાળી હતી. પ્રથમવાર 2 માર્ચ 2005ના મુખ્યમંત્રી પદે શપથ લીધા, પરંતુ બહુમત સાબિત ન થતાં 12 માર્ચ 2005ના રાજીનામું આપ્યું હતું. પ્રથમવાર તેઓ 10 દિવસ મુખ્યમંત્રી રહ્યા હતા. બીજીવાર 27 ઓગસ્ટ 2008ના સીએમ બન્યા અને 19 જાન્યુઆરી 2009 સુધી આ પદ પર રહ્યા. 30 ડિસેમ્બર 2209ના તેમણે ત્રીજીવાર ઝારખંડની ખુરશી સંભાળી અને 1 જૂન 2010 સુધી આ પદ પર રહ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે