Home> India
Advertisement
Prev
Next

Ahmedabad Plane Crash: ફ્લાઈટમાં કઈ જગ્યાએ ભરેલું હોય લાખો લીટર ફ્યૂલ ? આગ લાગે તો પ્લેનની કઈ સીટો પર જોખમ સૌથી વધુ ?

Ahmedabad Plane Crash: ગુજરાતના અમદાવાદમાં એક ઈંડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટનામાં પ્લેનમાં સવારે એક યાત્રી સિવાય તમામના મોત થયા છે. પ્લેન ટેકઓફ થયાની થોડી જ સેકન્ડમાં પ્લેન આગનો ગોળો બની ગયું. લાંબા અંતરની ફ્લાઈટમાં લાખો લીટર ફ્યૂલ હોય છે જે પ્લેનને ભસ્મીભૂત કરી શકે છે. 
 

Ahmedabad Plane Crash: ફ્લાઈટમાં કઈ જગ્યાએ ભરેલું હોય લાખો લીટર ફ્યૂલ ? આગ લાગે તો પ્લેનની કઈ સીટો પર જોખમ સૌથી વધુ ?

Ahmedabad Plane Crash: 12 જૂન અને ગુરુવારનો દિવસ ક્યારેય કોઈ ભુલ નહીં શકે. કારણ કે આ દિવસે અમદાવાદમાં ભારતના ઈતિહાસની સૌથી મોટી અને સૌથી ખરાબ વિમાન દુર્ઘટના બની. અમદાવાદથી લંડન જવા રવાના થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફની થોડી જ સેકન્ડમાં આગનો ગોળો બની ગઈ અને પ્લેનમાં સવાર 1 મુસાફર સિવાય બધા માટે મોતનું કારણ બની. આ ફ્લાઈટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પણ સવાર હતા જેમનું પણ નિધન થયું છે. ફ્લાઈટમાં સવારે 1 વ્યક્તિનો આબાદ બચાવ થયો છે બાકી કોઈ વ્યક્તિની ઓળખ થઈ શકે તેવી પણ હાલત નથી. મૃતદેહના ટુકડા થઈ ગયા છે તો કેટલાક મૃતદેબ બળીને ખાખ થયા છે. 

fallbacks

આ પણ વાંચો: ઈમરજન્સી સમયે પાયલોટ Mayday શા માટે બોલે ? આ છેલ્લા શબ્દોનો અર્થ ખબર છે તમને ?

અમદાવાદમાં બનેલી દુર્ઘટના બાદ લોકોના મનમાં ફ્લાઈટને લઈ અનેક પ્રશ્નો ઊભા થાય છે. જેમાંથી એક પ્રશ્ન છે કે મોટી ફ્લાઈટમાં ફૂલ ટેંક કઈ જગ્યા હોય અને જો કોઈકારણોસર આગ લાગે તો કઈ જગ્યાએ બેઠેલા યાત્રી સૌથી વધુ જોખમમાં હોય ? તો ચાલો તમને જણાવીએ આ બંને પ્રશ્નનો જવાબ શું છે.

આ પણ વાંચો: પ્લેન ક્રેશ પછી બ્લેક બોક્સ મેળવવું જરૂરી, બ્લેક બોક્સ કેવી રીતે સુરક્ષિત રહે ?

પ્લેનમાં ફ્યૂલ ટેંક અને એન્જીન ક્યાં હોય ?

લાંબા અંતરની ફ્લાઈટમાં ભારે માત્રામાં ઈંધણની જરૂર પડે છે. મોટા પ્લેનમાં લાખો લીટર ઈંધણ ભરેલું હોય છે. જો કે ફ્લાઈટમાં ઈંધણ મેઈન બોડીમાં સ્ટોર કરવામાં નથી આવતું. ફ્યૂલ પ્લેનની બંને વિંગ્સમાં સ્ટોર કરવામાં આવે છે. કારણ કે પ્લેનનું એન્જીન પણ વિંગમાં લાગેલા હોય છે. આ વ્યવસ્થાના કારણે એન્જીન સુધી ઈંધણ ઝડપથી પહોંચે છે. વિંગ્સમાં ઈંધણ હોવાથી પ્લેનનું વજન પણ ઓછું થઈ જાય છે. જો લાખો લીટર ફ્યૂલ મેન બોડીમાં ભરવામાં આવે તો પ્લેનનું બેલેન્સ બગડી શકે છે. જો બંને વિંગ્સમાં ઈંધણ હોય તો બેલેન્સ જળવાઈ રહે છે.

આ પણ વાંચો: આ 4 ગેજેટ્સ સાથે રાખી હવાઈ મુસાફરી ન કરવી, આ ભુલથી જીવ મુકાઈ જશે જોખમમાં

પ્લેનમાં આગ લાગે તો કઈ સીટ પર જોખમ સૌથી વધુ ?

જો પ્લેન ક્રેશ થાય કે તેમાં આગ લાગે તો બધા જ યાત્રીઓનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. પરંતુ આગની ઘટનામાં સૌથી જોખમી સીટની વાત કરીએ તો વિંગ્સ અથવા એન્જીનની નજીક રહેલી સીટો પર સૌથી વધુ જોખમ હોય છે. તેનો અર્થ એવો થાય કે જો પ્લેનમાં સૌથી પાછળ કે આગળ બેસવામાં આવે તો જોખમ થોડું ઓછું રહે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More