Home> India
Advertisement
Prev
Next

ઈમરાન ખાનને સતાવી રહ્યો છે PoK ગુમાવવાનો ડર, કહ્યું-PAK સેના પણ તૈયાર 

પાકિસ્તાન (Pakistan) ના વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan)  ગુરુવારે કહ્યું કે સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ તેમને ખાતરી આપી છે કે જો ભારત આઝાદ કાશ્મીર (પાકિસ્તાનના કબ્જાવાળું કાશ્મીર) પર હુમલો કરે તો પાકિસ્તાનની સેના ભારતનો મુકાબલો કરવા માટે તૈયાર છે. 

ઈમરાન ખાનને સતાવી રહ્યો છે PoK ગુમાવવાનો ડર, કહ્યું-PAK સેના પણ તૈયાર 

પિંડ દાદન ખાન (પાકિસ્તાન): પાકિસ્તાન (Pakistan) ના વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan)  ગુરુવારે કહ્યું કે સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ તેમને ખાતરી આપી છે કે જો ભારત આઝાદ કાશ્મીર (પાકિસ્તાનના કબ્જાવાળું કાશ્મીર) પર હુમલો કરે તો પાકિસ્તાનની સેના ભારતનો મુકાબલો કરવા માટે તૈયાર છે. 

fallbacks

ઘૂંટણિયે પડ્યું પાકિસ્તાન, હવે આ મુદ્દે જોઈએ છે ભારતની મદદ

ઈમરાન ખાને પંજાબ પ્રાંત સ્થિત પિંડ દાદન ખાનમાં પોતાની પાર્ટી તહરીક એ ઈન્સાફ પાકિસ્તાનની એક રેલીમાં ભારતના આંતરિક મામલાઓમાં ખુલીને હસ્તક્ષેપ કરનારી વાતો કરી. તેમના ભાષણથી સ્પષ્ટ હતું કે તેમને ડર છે કે ભારત હવે કોઈ પણ સ્થિતિમાં ચૂપ બેસશે નહીં અને પાકિસ્તાનને પાઠ ભણાવવાની કોઈ તક જતી કરશે નહીં. 

આ મહિલાએ 100થી વધુ પરણિત પુરુષો સાથે બનાવ્યાં સંબંધ, કારણ ખુબ ચોંકાવનારું

ઈમરાન ખાને ભારતના નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે હું તમને જણાવી રહ્યો છું કે તેઓ (પીએમ મોદી) તેનો (ભારતમાં થતા વિરોધ પ્રદર્શનો)નો ઉપયોગ આઝાદ કાશ્મીર (પીઓકે)માં કઈંક કરવા માટે કરશે. મેં આ વાત જનરલ બાજવાને પણ કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેના ભારત માટે તૈયાર છે. 

જુઓ LIVE TV

તેમણે ફરીથી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપતા તેમની સરખામણી હીટલર સાથે કરી. પાકિસ્તાનના પીએમએ કહ્યું કે "હું ઈચ્છું છું કે તમે મારી ભવિષ્યવાણી સાંભળો. ભારતના લોકો મોદી વિરુદ્ધ ઊભા થશે. ફક્ત મુસ્લિમ જ નહી, પરંતુ હિન્દુ, શીખ, ઈસાઈ પણ."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More