Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસના નેતાનું ભડકાઉ નિવેદન, 'પેટ્રોલ-ડીઝલ તૈયાર રાખો, ઓર્ડર મળતા જ બધુ બાળી મૂકો'

છે. પ્રદીપ માઝી (Pradeep Majhi) એ કોસાગુમુડા પોલીસ સ્ટેશન હદમાં એક સગીરા સાથે થયેલા ગેંગરેપ અને હત્યાના મામલે નબરંગપુરમાં ઉપદ્રવ ફેલાવવાના ઈરાદે પ્રદર્શનકારીઓને આ વાત ફોન પર કરી. તેમનો આ વીડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ભાજપે આ વીડિયોની આકરી ટીકા કરી છે. 

કોંગ્રેસના નેતાનું ભડકાઉ નિવેદન, 'પેટ્રોલ-ડીઝલ તૈયાર રાખો, ઓર્ડર મળતા જ બધુ બાળી મૂકો'

નબરંગપુર: પેટ્રોલ અને ડીઝલ તૈયાર રાખો...જે પણ સમયે ઓર્ડર મળે કે બધુ બાળી મૂકો... આ વિવાદિત બોલ ઓડિશા (Odisha) મા કોંગ્રેસના (Congress) કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ સાંસદ પ્રદીપ માઝીના છે. જે પોતાના કાર્યકરોને હિંસક વારદાતને અંજામ આપવાની વાત કરતા  કેમેરામાં કેદ થયા છે. પ્રદીપ માઝી (Pradeep Majhi) એ કોસાગુમુડા પોલીસ સ્ટેશન હદમાં એક સગીરા સાથે થયેલા ગેંગરેપ અને હત્યાના મામલે નબરંગપુરમાં ઉપદ્રવ ફેલાવવાના ઈરાદે પ્રદર્શનકારીઓને આ વાત ફોન પર કરી. તેમનો આ વીડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ભાજપે આ વીડિયોની આકરી ટીકા કરી છે. 

fallbacks

વાત જાણે એમ હતી કે કોંગ્રેસે (Congress)  આ મુદ્દે નબરંગપુરમાં 12 કલાકના બંધની જાહેરાત કરી છે. જિલ્લાના કોસાગુમુડા પોલીસ સ્ટેશન હદમાં એક સગીરા પર કથિત રીતે સામૂહિક બળાત્કાર અને હત્યા મામલે કોંગ્રેસે પોલીસની નિષ્ક્રિયતાના વિરોધમાં કોંગ્રેસે 12 કલાકનો બંધ બોલાવ્યો હતો. જેના કારણે અહીં વિવિધ વ્યાપારિક પ્રતિષ્ઠાન ને બજારો બંધ રહ્યાં હતાં. 

પ્રદીપ માઝીએ આ વીડિઓ સામે આવ્યાં બાદ કહ્યું કે અમે શાંતિનો રસ્તો અપનાવ્યો છે, પરંતુ રાજ્ય સરકાર ઓડિશામાં વધતા રેપના બનાવો પર કોઈ જરૂરી પગલાં લેઈ શકતી નથી. આથી અમે કાયદો પોતાના હાથમાં લેવા માટે તૈયાર છીએ. અમે અમારા રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે કઈ પણ કરીશું. 

આ વીડિયો રિટ્વીટ કરતા ભાજપના નેતા અમિત માલવિયએ સવાલ ઉઠાવ્યો કે "આ બતાવે છે કે સીએએ હિંસા બાદ પોતાના સંબોધનમાં સોનિયા ગાંધીએ ક્યારેય શાંતિની અપીલ કેમ કરી નથી. કેડર કન્ફ્યુઝ થઈ જાત."

ભાજપના નેતા સંબિત પાત્રાએ પણ ટ્વીટ કરીને લખ્યું કે ઓડિશામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ કેમેરામાં એક કહેતા પકડાયા કે કાર્યકરો પેટ્રોલ સાથે તૈયાર રહે...અને બાળવા તથા નષ્ટ કરવાની વાતો કરતા જોવા મળ્યાં. શું આપણે હિંસા ભડકાવનારા કોઈ બીજા પુરાવાની જરૂર છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More