Home> India
Advertisement
Prev
Next

પત્રકાર વિક્રમ જોશીનું સારવાર દરમિયાન મોત, ગાઝિયાબાદમાં પુત્રીઓ સામે જ બદમાશોએ માથામાં મારી હતી ગોળી

ગાઝિયાબાદના પત્રકાર વિક્રમ જોશી (Vikram Joshii) નું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું. પત્રકાર જોશી પર સોમવારે બદમાશોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી રવિ સહિત 9 લોકોની ધરપકડ કરી છે. પ્રતાપ વિહાર ચોકી ઈન્ચાર્જ રાઘવેન્દ્ર પર કોઈ કાર્યવાહી ન કરવા બદલ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં છે. 

પત્રકાર વિક્રમ જોશીનું સારવાર દરમિયાન મોત, ગાઝિયાબાદમાં પુત્રીઓ સામે જ બદમાશોએ માથામાં મારી હતી ગોળી

ગાઝિયાબાદ: ગાઝિયાબાદના પત્રકાર વિક્રમ જોશી (Vikram Joshii) નું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું. પત્રકાર જોશી પર સોમવારે બદમાશોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી રવિ સહિત 9 લોકોની ધરપકડ કરી છે. પ્રતાપ વિહાર ચોકી ઈન્ચાર્જ રાઘવેન્દ્ર પર કોઈ કાર્યવાહી ન કરવા બદલ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં છે. 

fallbacks

પત્રકાર વિક્રમ જોશી સોમવારે જ્યારે પોાતની બે પુત્રીઓ સાથે જઈ રહ્યાં હતાં ત્યારે જ તેમની બાઈક રોકીને તેમની સાથે મારપીટ કરવામાં આવી. આરોપીઓમાંથી એક રવિએ વિક્રમ જોશીને ગોળી મારી હતી. ઘાયલ વિક્રમને ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલમાં ખસેડાયા હતાં જ્યાં તેમની હાલાત ગંભીર હતી. 

જુઓ LIVE TV

વિક્રમે થોડા દિવસ પહેલા જદ વિજય વિહારના પ્રતાપ વિહાર ચોકીમાં પોતાની ભત્રીજી વિરુદ્ધ છેડતી મામલે ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ પોલીસે તેમની ફરિયાદને નજરઅંદાજ કરી દીધી. કાર્યવાહી ન થતા બદમાશો હાવી થઈ ગયા અને વિક્રમ પર જીવલેણ હુમલો કર્યો. વારદાત વખતે પત્રકારની બંને પુત્રીઓ પણ તેમની સાથે હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More