વોશિંગ્ટન: કોરોના વેક્સિન (Corona Vaccine) ની રિસર્ચ ચોરી મામલે અમેરિકાએ બે ચીની નાગરિકો (Chinese Nationals) ને દોષિત ઠેરવ્યાં છે. અમેરિકી ન્યાય વિભાગે કહ્યું કે આરોપી હેકર્સે ચીની મંત્રાલય સાથે કામ કરતા અમેરિકા અને હોંગકોંગમાં માનવાધિકાર કાર્યકરોને પણ નિશાન બનાવ્યાં.
આ અગાઉ અમેરિકા, બ્રિટન અને કેનેડાએ સંયુક્ત રીતે રશિયા પર કોરોના વાયરસના અનુસંધાનને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્રણેય દેશોએ કહ્યું હતું કે APT29 નામનું રશિયન હેકિંગ ગ્રુપ ઓનલાઈન હુમલાને અંજામ આપીને રિસર્ચ ડોક્યુમેન્ટ ચોરી કરવાના પ્રયત્નો કરે છે. હવે અમેરિકાએ બે ચીની નાગરિકોને આ મામલે દોષિત ઠેરવ્યાં છે.
ન્યાય વિભાગના જણાવ્યાં મુજબ જે બે ચીની નાગરિકો પર કાર્યવાહી કરાઈ છે તેમાં 34 વર્ષના લી જિયાઓયુ (Li Xiaoyu) અને 33 વર્ષના ડોંગ જિયાઝી(Dong Jiazhi) સામેલ છે. એફબીઆઈના ડેપ્યુટી ડાઈરેક્ટર ડેવિડ બોડિચે કહ્યું કે ચીની સરકારની ગુપ્તચર સેવાઓ દ્વારા નિર્દેશિત સાઈબર અપરાધોથી માત્ર અમેરિકા જ નહીં પણ તે દરેક દેશને જોખમ છે જે નિષ્પક્ષ પ્રયત્નોનું સમર્થન કરે છે, આંતરરાષ્ટ્રીય માપદંડ, અને કાનૂનો પાલન કરે છે. આ બાજુ અમેરિકી અટોર્ની William Hyslopએ કહ્યું કે અમેરિકા સહિત સમગ્ર દુનિયામાં અનેક ધંધાઓ, વ્યક્તિઓ અને એજન્સીઓની કોમ્યુટર સિસ્ટમ હેક કરી લેવાઈ છે.
અમેરિકા, બ્રિટન અને કેનેડાએ દાવો કર્યો હતો કે રશિયન સરકાર દ્વારા સમર્થિત હેકર્સ કોરોના વેક્સિનની શોધમાં લાગેલા મેડિકલ સંગઠનો અને યુનિવર્સિટીઝ પર સાઈબર હુમલા કરીને રિસર્ચ ચોરી કરવાની કોશિશ કરે છે. APT29 (Cozy Bear) નામના હેકિંગ ગ્રુપે તેમના રિસર્ચ સંબંધિત જાણકારી ચોરી કરવાનું અભિયાન છેડ્યુ છે. જો કે રશિયાએ આ આરોપોને પાયાવિહોણા ગણાયા હતાં.
જુઓ LIVE TV
અમેરિકા, બ્રિટન અને કેનેડાનો આરોપ છે કે આ ગ્રુપ રશિયાની ગુપ્તચર એજન્સીઓ અને સરકારના ઈશારે કામ કરે છે. સાઈબર સિક્યુરિટી રિસર્ચર્સના જણાવ્યાં મુજબ APT29 હેકિંગ ટુલનો ઉપયોગ ગત વર્ષ અમેરિકા, જાપાન, ચીન અને આફ્રિકાના ક્લાયન્ટ્સ વિરુદ્ધ પણ કરાયો હતો. નોંધનીય છે કે બ્રિટન અને અમેરિકાએ મે મહિનામાં કહ્યું હતું કે હેકર્સના નેટવર્કે કોરોનાને પહોંચી વળવાના પ્રયત્નોમાં લાગેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને નિશાન બનાવ્યાં છે. પરંતુ રશિયાના સામેલ હોવાની વાત કહેવામાં આવી નહતી. હવે અમેરિકા, બ્રિટનની સાથે જ કેનેડાનું પણ કહેવું છે કે રશિયન હેકર્સ દ્વારા વેક્સિન પ્રોગ્રામની મહત્વની જાણકારી ચોરી થઈ રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે