Home> India
Advertisement
Prev
Next

પીએમ મોદીને મળેલી ગિફ્ટ તમારી થઈ શકે છે, તે પણ માત્ર રૂ.200માં, જાણો કેવી રીતે....

ભારતના વડાપ્રધાનને દેશ-વિદેશની મુલાકાતોના સમયે અનેક ભેટ-સોગાદો મળતી હોય છે, જેની સમયાંતરે હરાજી કરવામાં આવતી હોય છે 
 

પીએમ મોદીને મળેલી ગિફ્ટ તમારી થઈ શકે છે, તે પણ માત્ર રૂ.200માં, જાણો કેવી રીતે....

નવી દિલ્હીઃ છેલ્લા 6 મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોળીને મળેલી ભેટ-સોગાદો તમારી માલિકીની થઈ શકે છે, કેમ કે ટૂંક સમયમાં જ તેને હરાજીમાં મુકવામાં આવનાર છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા પીએમ મોદીને મળેલી ગિફ્ટની ઈ-હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. 

fallbacks

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશના પ્રવાસ દરમિયાન મળેલી ભેટ-સોગાદોની લઘુત્તમ કિંમત રૂ.200 અને મહત્તમ કિંમત રૂ.2,50,000 રાખવામાં આવી છે. વડાપ્રધાન મોદીને મળેલી જે ગિફ્ટ્સની હરાજી કરવાની છે તેની કુલ સંખ્યા 2,772 છે. 14 ઓક્ટોબરથી તેની ઈ-હરાજી શરૂ કરવામાં આવશે, જે 3 ઓક્ટોબર સુધી ચાલશે. 

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે તેનું બુધવારે ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. જે કોઈ વ્યક્તિ સૌથી વધુ બોલી લગાવશે તે તેનો માલિક બનશે. ગિફ્ટ આઈટમના વેચાણ દ્વારા જે કોઈ રકમ મળશે તેનો ઉપયોગ નમામિ ગંગે પ્રોજેક્ટમાં કરવામાં આવશે. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More