નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ પહેલા પંડ્યા બંધુઓ નેટમાં પરસેવો પાડી રહ્યાં છે. ત્રણ મેચોની ટી20 સિરીઝનો પ્રથમ મુકાબલો 15 સપ્ટેમ્બરે ધર્મશળામાં રમાશે. નેટ પર હાર્દિક પંડ્યાએ ફટકાબાજી કરી અને ક્રુણાલના બોલને મેદાનની બહાર પહોંચાડ્યા હતા.
હાર્દિક અને ક્રુણાલ બંન્ને ટી20 સિરીઝ માટે ભારતીય ટીમનો ભાગ છે. આ વચ્ચે હાર્દિકે નેટ પ્રેક્ટિસનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે નેટ પર જોરદાર પ્રેક્ટિસ કરતો દેખાઈ રહ્યો છે.
હાર્દિક એક શોટ એવો રમ્યા, જે ક્રુણાલના માથા ઉપરથી નિકળી ગયો અને તે માંડ-માંડ બચી ગયો હતો. પરંતુ બાદમાં તેણે ટ્વીટ કરીને ક્રુણાલની માફી માગી હતી. પ્રેક્ટિસ દરમિયાન હાર્દિકે હેલિકોપ્ટર શોટ પણ ફટકાર્યો હતો.
Pandya 🆚 Pandya in training
I think I won that round big bro @krunalpandya24 😂😂
P.S: Sorry for almost knocking your head off 🤣🙏😘 pic.twitter.com/492chd1RZh
— hardik pandya (@hardikpandya7) September 11, 2019
હાર્દિક પંડ્યાએ વીડિયો શેર કરતા લખ્યું છે, 'પંડ્યા વિરુદ્ધ પંડ્યા (Pandya vs Pandya). મોટા ભાઈ ક્રુણાલ... મને લાગે છે કે મેં તે રાઉન્ડ જીતી લીધો. સોરી.. મેં તારા માથા પર શોટ માર્યો હતો..'
કેન વિલિયમસનનો ખુલાસો, ખેલાડી હજુ પણ વિશ્વકપ ફાઇનલ વિશે વિચારી રહ્યાં છે અને....
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે આરામ અપાયા બાદ હાર્દિક પંડ્યા નિર્ધારિત ઓવરોની ટીમમાં પરત ફર્યો છે. તેને ભુવનેશ્વર કુમારના સ્થાને પસંદ કરવામાં આવ્યો છે. ધોની અને બુમરાહ ટી20 ટીમમાં નથી. ધોની હાલ અમેરિકામાં રજાઓ માણી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે