Home> India
Advertisement
Prev
Next

આ રાજ્યમાં બંધ થશે સરકારી મદરેસાઓ અને સંસ્કૃત શાળાઓ, ખાસ જાણો કારણ

આસામ (Asaam) ની સરકારે સરકારી નાણાથી ધાર્મિક શિક્ષણ બંધ કરાવવાનો નિર્ણય લીધો છે. આસામ સરકારનું કહેવું છે કે જનતાના પૈસાથી હવે ફાલતું ખર્ચ નહીં થાય. આસામ સરકારે કહ્યું કે જનતાના પૈસાથી ધાર્મિક શિક્ષણની જોગવાઈ નથી. આ આદેશ આસામની સંસ્કૃત શાળાઓ ઉપર પણ લાગુ થશે.

આ રાજ્યમાં બંધ થશે સરકારી મદરેસાઓ અને સંસ્કૃત શાળાઓ, ખાસ જાણો કારણ

ગુવાહાટી: આસામ (Asaam) ની સરકારે સરકારી નાણાથી ધાર્મિક શિક્ષણ બંધ કરાવવાનો નિર્ણય લીધો છે. આસામ સરકારનું કહેવું છે કે જનતાના પૈસાથી હવે ફાલતું ખર્ચ નહીં થાય. આસામ સરકારે કહ્યું કે જનતાના પૈસાથી ધાર્મિક શિક્ષણની જોગવાઈ નથી. આ આદેશ આસામની સંસ્કૃત શાળાઓ ઉપર પણ લાગુ થશે. આ બાજુ વિપક્ષના નેતાએ સરકારના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. બદરૂદ્દીન અજમલે કહ્યું કે તેમની સરકાર આવશે તો આ નિર્ણય પાછો ખેંચાશે. 

fallbacks

દિલ્હી: રાહુલ રાજપૂતની હત્યા મામલે ગર્લફ્રેન્ડે કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો, જાણો 7 ઓક્ટોબરનું સત્ય

આગામી મહિને બહાર પડશે નોટિફિકેશન
આસામ સરકારમાં મંત્રી હેમંતા બિસ્વા શર્માએ જાહેરાત કરી કે રાજ્યની તમામ સરકારી મદરેસાઓ બંધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જનતાના પૈસાથી ધાર્મિક શિક્ષણ આપવાની કોઈ જોગવાઈ નથી, આથી સરકારી મદરેસાઓ હવે સંચાલિત નહીં થાય. આ સાથે સરકારી મદદથી ચાલતી સંસ્કૃત શાળાઓ પણ બંધ કરવામાં આવશે. આ અંગે નોટિફિકેશન આગામી મહિને બહાર પાડવામાં આવશે. 

હાથરસ ગેંગરેપ કેસ CBIએ કર્યો ટેકઓવર, યોગી સરકારે કરી હતી ભલામણ

બની શકે છે ચૂંટણી મુદ્દો
આસામ સરકારના આ નિવેદન પર AIUDF પ્રમુખ અને લોકસભા સાંસદ બદરૂદ્દીન અજમલે કહ્યું કે જો ભાજપની રાજ્ય સરકાર સરકારી મદદથી ચાલતી મદરેસાઓ બંધ કરી દેશે તો તેમની સરકાર તેને ફરીથી ખોલી નાખશે. અત્રે જણાવવાનું કે આસામમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. વિપક્ષ તેને ચૂંટણીનો મુદ્દો બનાવવાની તૈયારીમાં છે. 

હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More