રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાથી એક દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં મનોહર પોલીસ મથક હદમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ભારે વરસાદના પગલે અહીં સરકારી શાળાના મકાનની છત તૂટી પડી. આ દુર્ઘટનામાં 7 બાળકોના મોત થયા છે. જ્યારે 30 જેટલા બાળકો ઘાયલ થયા છે. જેમને ઝાલાવાડ રેફર કરાયા છે.
એવું કહેવાય છે કે ઘાયલોનો આંકડો વધી શકે છે. મળતી માહિતી મુજબ એવું કહેવાય છે કે હજુ પણ અનેક લોકો અને શાળાના વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે. અકસ્માત અંગે મંત્રી ટીકારામ જૂલીએ એક્સ પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે પીપલોદી, મનોહરથાના (ઝાલાવાડ)માં સરકારી શાળાની બિલ્ડિંગ તૂટવાથી 7 બાળકોના મોત અને 30થી વધુ ગંભીર રીતે ઘાયલ થવાના સમાચાર અત્યંત દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. મારી ઈશ્વરને પ્રાર્થના છે કે દિવંગત આત્માઓને પોતાના શ્રીચરણોમાં સ્થાન, પરિજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપે અને ઘાયલોને જલદી સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે.
#WATCH | Ajmer | On the death of 7 students in Jhalawar school roof collapse, Rajasthan Deputy Minister Dr Prem Chand Bairwa says," 7 students have died in the incident. The CM has spoken to the relevant officers and may visit Jhalawar. The government will extend all possible… pic.twitter.com/fLMlCXXQiW
— ANI (@ANI) July 25, 2025
મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે સવારે બાળકો કક્ષામાં અભ્યાસ કરતા હતા. આ દરમિયાન શાળાની જર્જરિત દીવાલ તૂટી પડી અને કાટમાળમાં બાળકો દટાયા. બાળકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
અત્રે જણાવવાનું કે ઝાલાવાડમાં ચોમાસું જોરમાં છે. ઝાલાવાડ જિલ્લા મુખ્યાલય સહિત વિવિધ કસ્બાઓમાં મૂસળધાર વરસાદનો દૌર આજે પણ ચાલુ છે. સૌથી વધુ વરસાદ ભીમસાગર બંધના કેચમેન્ટ એરિયામાં નોંધાયો. ડેમના ગેટ ખોલી દેવાયા છે. ડેમના ગેટ ખોલવાના પગલે પ્રશાસન દ્વારા નદીના આઉટફ્લો વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ રેસ્ક્યૂ ટીમો પણ તૈનાત રખાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે