Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સ્કૂલના ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું આજે સવારે મોત નિપજ્યું છે. અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ગતરોજ વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરની નવરંગપુરામાં આવેલી સોમ લલિત સ્કૂલનો બનાવ છે. ગઈકાલે ધોરણ- 10 માં ભણતી સગીરા સીડી પરથી નીચે પડી ગઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ સગીરા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેના બાદ તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, તે કયા કારણોસર પડી તે જાણી શકાયુ ન હતું, આ મામલે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.
ત્યારે ચોથા માળેથી પડતું મૂકનાર વિદ્યાર્થીનું થયું મોત નિપજ્યું છે. મોડી રાત્રે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનીએ દમ તોડ્યો. ચોથા માળેથી પડતું મુકીને આપઘાત કરનાર વિદ્યાર્થીનીને મલ્ટીપલ ફેકચર થયા હતા. તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી. જેથી શાળા સંચાલકોએ તાત્કાલિક 108 બોલાવીને તેને હોસ્પિટલ ખસેડી હતી. ક્રિટિકલ હાલતમાં વિદ્યાર્થીનીની સારવાર ચાલી રહી હતી.
હવામાન વિભાગની મોટી આગાહી : ગુજરાતમાં વરસાદનો મેગા રાઉન્ડ આવશે
જોકે, સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. તેમજ વિદ્યાર્થીનીએ કયા કારણોસર આપઘાતનો વિચાર કર્યો, તે કયા કારણોસર શાળામાંથી કૂદી ગઈ તે કારણ સામે આવ્યું નથી.
સમગ્ર બનાવના સીસીટીવી સામે આવ્યા છે. શાળાના ચોથા માળ પર લાગેલા સીસીટીવી ઝી 24 કલાક પાસે આવ્યા છે. જેમાં વિદ્યાર્થીની ખુદ ચાલતા ચાલતા ગઈ હતી, અને અચાનક જ અન્ય વિદ્યાર્થીઓની સામે નીચે કૂદી ગઈ હતી, તે સ્પષ્ટ જોઈ શકાય છે.
કચ્છીઓને ટેન્શન થાય તેવા સમાચાર, આ વિસ્તારમાં એક્ટિવ નવી ફોલ્ટલાઈન, ભૂકંપ આવતા રહેશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે