Home> India
Advertisement
Prev
Next

59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ બાદ સરકારે ચીની કંપનીઓને આપી આ કડક ચેતવણી 

સરકારે જે 59 ચાઈનીઝ એપ્સ (59 Chinsese Apps Ban)  પર પ્રતિબંધ લાદ્યો છે તે કંપનીઓને મંગળવારે કડક શબ્દોમાં આ આદેશનું પાલન કરવા જણાવ્યું છે અને ભંગ કરવા બદલ આકરી કાર્યવાહી કરવાની ચેતવણી પણ ઉચ્ચારી છે. અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ આદેશના કોઈ પણ પ્રકારે ભંગ કરવા બદલ કડક કાર્યવાહીને ચેતવણી આપી છે. લદાખ હિંસાને ધ્યાનમાં રાખીને સરકારે 29 જૂનના રોજ TikTok, કેમસ્કેનર, અને યુસી બ્રાઉઝર સહિત 59 ચાઈનીઝ એપ્સને દેશની સુરક્ષા સામે જોખમ ગણાવીને પ્રતિબંધ લગાવ્યો હતો. 

59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ બાદ સરકારે ચીની કંપનીઓને આપી આ કડક ચેતવણી 

નવી દિલ્હી: સરકારે જે 59 ચાઈનીઝ એપ્સ (59 Chinsese Apps Ban)  પર પ્રતિબંધ લાદ્યો છે તે કંપનીઓને મંગળવારે કડક શબ્દોમાં આ આદેશનું પાલન કરવા જણાવ્યું છે અને ભંગ કરવા બદલ આકરી કાર્યવાહી કરવાની ચેતવણી પણ ઉચ્ચારી છે. અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ આદેશના કોઈ પણ પ્રકારે ભંગ કરવા બદલ કડક કાર્યવાહીને ચેતવણી આપી છે. લદાખ હિંસાને ધ્યાનમાં રાખીને સરકારે 29 જૂનના રોજ TikTok, કેમસ્કેનર, અને યુસી બ્રાઉઝર સહિત 59 ચાઈનીઝ એપ્સને દેશની સુરક્ષા સામે જોખમ ગણાવીને પ્રતિબંધ લગાવ્યો હતો. 

fallbacks

અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે આઈટી મંત્રાલયે આ તમામ કંપનીઓને પત્ર લખ્યો છે જેમાં ચેતવણી અપાઈ છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ પ્રતિબંધિત એપ્સની ઉપલબ્ધતા અને સંચાલન ચાલુ રાખવું એ માત્ર ગેરકાયદેસર જ નહીં પરંતુ ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી અધિનિયમ અને અન્ય લાગુ કાયદાઓ હેઠળ અપરાધ પણ છે અને તેના માટે ગંભીર કાર્યવાહી થઈ શકે છે. 

સરકારે ચીની કંપનીઓને કડક શબ્દોમાં કહ્યું કે જો પ્રતિબંધિત સૂચીમાં સામેલ કોઈ પણ એપને ભારતમાં ઉપયોગ કરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે, તો તેને સરકારી આદેશોના ભંગ તરીકે જોવામાં આવશે અને સંબંધિત કંપની પર કાર્યવાહી કરાશે. આ તમામ કંપનીઓને મંત્રાલયના આદેશોનું કડકાઈથી પાલન સુનિશ્ચિત કરવા જણાવાયું છે. 

કંપનીઓને મોકલવામાં આવેલા પત્રમાં મંત્રાલયે ઉલ્લેખ કર્યો છે કે આ પ્રતિબંધ ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી અધિનિયમની કલમ 69એ હેઠળ લગાવવામાં આવ્યો છે અને સંબંધિત કંપનીઓએ તેનું કડકાઈથી પાલન સુનિશ્ચિત કરવું જોઈએ. નોંધનીય છે કે લદાખ હિંસા બાદ સરકારે મોટી કાર્યવાહી કરતા 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે ફરિયાદોનો હવાલો આપતા કહ્યું હતું કે આ એપ દેશની સુરક્ષા સામે જોખમ છે અને યૂઝર્સનો અંગત ડેટા ચોરી કરે છે. 

જુઓ LIVE TV

આ પ્રતિબંધ WeChat અને Bigo Live ઉપર પણ લાગુ છે. સરકારે જે એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો તેમાં હેલો, લાઈક, કેમસ્કેનર, વીગો વીડિયો, એમઆઈ વીડિયો કોલ, શાઓમી, ક્લેશ ઓફ કિંગ્સ સાથે ઈ કોમર્સ પ્લેફોર્મ ક્લબ ફેક્ટરી અને Shein પણ સામેલ છે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More