Home> India
Advertisement
Prev
Next

વરરાજાનું નાક કપાયું! જાન લીલાતોરણે પરત ફરી, દુલ્હને માંડવામાં લગ્નની ચોખ્ખી પાડી ના

Bride Refused To Marry: બિહારના એક ગામમાં પહોંચેલી લગ્નની જાનને દુલ્હન વિના પરત ફરવું પડ્યું છે. વરરાજા મંડપમાં પૈસા ગણી ન શકતાં દુલ્હને લીલાતોરણે જાન પરત મોકલી અને લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. 

વરરાજાનું નાક કપાયું! જાન લીલાતોરણે પરત ફરી, દુલ્હને માંડવામાં લગ્નની ચોખ્ખી પાડી ના

Bride Refused To Marry: લગ્નની મોસમ ચાલી રહી છે અને તેની સાથે કેટલાક ચોંકાવનારા અને અજીબ સમાચાર પણ બહાર આવી રહ્યા છે. ક્યાંક વરરાજા લગ્નની વચ્ચે ગાયબ થઈ રહ્યો છે, તો ક્યાંક કન્યા છેલ્લી ઘડીએ લગ્ન કરવાનો ઇનકાર કરી રહી છે. ઘણા લગ્નની જાન ભોજન કર્યા પછી લગ્ન કર્યા વિના પરત ફરી રહી છે. બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાંથી પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કન્યાએ ફેરા પહેલાં જ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો.

fallbacks

વરરાજાને જોયા પછી કન્યાને શંકા ગઈ
આ મામલો પટહી પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂરાખાલ ગામનો છે. બુધવારે, પ્રમોદ નામનો યુવક કદમવા ગામથી લગ્નની જાન લઈને દુલ્હનના ઘરે પહોંચ્યો હતો. સાસરીમાં જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, નાસ્તા અને પાણીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જયમાલા વિધિ પણ રાજી ખુશીથી કરવામાં આવી હતી અને હવે લગ્નના ફેરા થવાના જ બાકી હતા. આ દરમિયાન, કન્યાએ જોયું કે વરરાજાનું વર્તન થોડું વિચિત્ર હતું. જ્યારે તેને પૈસા આપવામાં આવ્યા ત્યારે તે પૈસા યોગ્ય રીતે ગણી શક્યો ન હતો. આ જોઈને કન્યા અને તેના પરિવારજનો ચોંકી ગયા હતા. 

સેંકડો કુંવારી યુવતીઓથી ભરેલું છે આ ગામ, હેરાન કરી દેશે લગ્ન ન થવા પાછળનું કારણ

છોકરીના પરિવારે જાનને બંધક બનાવી
કન્યાને શંકા ગઈ હતી કે વરરાજા એ જ વ્યક્તિ નથી જેને તેણે પહેલાં જોયો હતો. આ પછી તેને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. છોકરીના પરિવારે આરોપ લગાવ્યો કે વરરાજાને બદલી નાખવામાં આવ્યો છે અને આ તે જ યુવાન નથી જેને તેમણે તેમની પુત્રી માટે પસંદ કર્યો હતો. તેઓએ વરરાજા અને જાનૈયાઓને બંધક બનાવી દીધા હતા.

ગુજરાતમાં ચોમાસાની દસ્તક પહેલા આંધી-તોફાન સાથે વરસાદ મચાવશે તાંડવ!10 જિલ્લામાં એલર્ટ

પોલીસે મામલો ઉકેલ્યો
જ્યારે પરિસ્થિતિ વધુ વણસી ત્યારે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો. અંતે, વરરાજા અને તેના પરિવારને લગ્ન વિના પાછા રિટર્ન મોકલી દેવામાં આવ્યા. જાન લીલાતોરણે પરત ફરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More