Home> India
Advertisement
Prev
Next

ઘરમાંથી થયો 500 રૂપિયાની નોટોનો વરસાદ, અધિકારીઓ જોઈને થઈ ગયા હેરાન; જુઓ VIDEO

Odisha Viral Video: ઓડિશા વિજિલન્સે ભ્રષ્ટાચારના કેસમાં ચીફ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ટીમે 2 કરોડથી વધુ રકમ રિકવર કરી હતી. ઘરમાં એટલા રૂપિયા હતા કે કર્મચારીઓની સાથે નોટો ગણવા માટે મશીનોનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ઘરમાંથી થયો 500 રૂપિયાની નોટોનો વરસાદ, અધિકારીઓ જોઈને થઈ ગયા હેરાન; જુઓ VIDEO

Chief Engineer Cash Raid: શું તમે ક્યારેય ઘરમાંથી નોટો ઉડતી જોઈ છે? ઓડિશામાં વિજિલન્સ વિભાગે એક મુખ્ય ઇજનેર સાથે સંબંધિત સાત સ્થળોએ દરોડા પાડ્યા ત્યારે અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા. બારીમાંથી 500 રૂપિયાની નોટોના બંડલ ઉડવા લાગ્યા. વિજિલન્સ ટીમે કુલ 2.1 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. મુખ્ય ઇજનેરનું નામ બૈકુંઠનાથ સારંગી છે અને તે રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગ સાથે જોડાયેલો છે.

fallbacks

સારંગી પર તેમની આવકના સ્ત્રોતો કરતાં વધુ સંપત્તિ હોવાનો આરોપ હતો. જ્યાર બાદ પ્લાનિંગ મુજબ એક સાથે દરોડા પાડવામાં આવ્યા. તે જ સમયે ખૂબ જ નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો. જ્યારે અધિકારીઓ એન્જિનિયરના ઘરના ગેટ પર પહોંચ્યા, ત્યારે અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ ત્યાં પહોંચતાની સાથે જ સારંગીએ ભુવનેશ્વર ફ્લેટની બારીમાંથી 500 રૂપિયાની નોટોના બંડલ ફેંકવાનું શરૂ કર્યું. તેઓ વિચારી રહ્યા હતા કે આ રીતે નોટો ફેંકવાથી થોડી રોકડ ઓછી થશે પરંતુ એવું થયું નહીં.

શનિની વક્રી અને ગુરુનો ઉદય આ 5 રાશિઓ માટે ખતરનાક! તમારી એક ભૂલ કરી નાખશે પાયમાલ

પહેલા વીડિયો જુઓ, નોટોની ચાદર ફેલાયેલી જોઈ શકાય છે અને ઘણા કર્મચારીઓ નોટો ગણવાનું કામ કરતા જોવા મળી રહ્યા છે. મોટાભાગના બંડલ 500 રૂપિયાની નોટોના છે. નોટો ગણવા માટે મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ દરોડા 8 ડેપ્યુટી એસપી, 12 ઇન્સ્પેક્ટર અને 6 એએસઆઈની મદદથી પાડવામાં આવ્યા હતા. સ્પેશિયલ જજ વિજિલન્સે સર્ચ વોરંટ જાહેર કર્યું હતું. જે મિલકતો પર દરોડા પાડવામાં આવ્યા છે તેમાં અંગુલમાં એક બે માળનું ઘર, ભુવનેશ્વરમાં એક ફ્લેટ અને પુરીમાં એક ફ્લેટ સહિત કુલ સાત સ્થળોનો સમાવેશ થાય છે.

આ ગામમાં ચાલે છે મહિલાઓનું રાજ, અહીં નથી રહી શકતો કોઈ પુરુષ; એન્ટ્રી પર છે પ્રતિબંધ

કુલ જપ્ત કરાયેલી રોકડમાંથી ભુવનેશ્વરમાં સારંગીના ફ્લેટમાંથી 1 કરોડ રૂપિયા અને અંગુલમાં તેમના ઘરેથી 1.1 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ વીડિયો દેશભરમાં વાયરલ થઈ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More