નવી દિલ્હીઃ ભાવુક થઈ વ્યક્તિ શું કરે તે વિશે કોઈ કંઈ ન કહી શકે. દિલ્હીમાં એક વરરાજા એવો ભાવુક થયો કે તેણે પોતાના લગ્ન અચાનક રદ્દ કરી દીધા. રિપોર્ટ્સ અને વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે લગ્નમાં ડીજેવાળાએ બોલીવુડ ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' નું ગીત ચન્ના મેરેયા વગાડ્યું હતું. જેને સાંભળી વરરાજાને પોતાની એક્સ ગર્લફ્રેન્ડની યાદ આવી ગઈ હતી.
ગીત શરૂ થયું અને વરરાજા ભાવુક થઈ ગયો
આ ખબર ઈન્સ્ટાગ્રામ પેજ Sarcasmic પર ગૌરવ કુમાર ગોયલે શેર કરી છે. આ પેજ તેના દ્વારા મેનેજ કરવામાં આવે છે. શેર કરેલી પોસ્ટ પર લખ્યું- જ્યારે ગીત શરૂ થયો તો વરરાજા ભાવુક થઈ ગયો. જૂની યાદોમાં ખોઈ જવાને કારણે તેણે કથિત રીતે લગ્ન રદ્દ કરવાનો નિર્ણય લીધો. ત્યાં સુધી જાન લગ્ન સમારોહ સ્થળ પહોંચી ગઈ હતી, પરંતુ દુલ્હન લીધા વગર પરત ફરી હતી. એ દિલ હૈ મુશ્કિલ સુપરહિટ બોલીવુડ ફિલ્મ છે. તેનું ગીત 'ચન્ના મેરેયા'' દિલ તૂટેલ લોકોના દિલને સ્પર્શી જાય છે.
યુઝર્સે કરી રસપ્રદ કોમેન્ટ
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, જેને લાખો યુઝર્સે લાઇલ કરી અને કમેન્ટ્સમાં પોતાની પ્રતિક્રિયા આપી. આ પોસ્ટ પર તારીખ અને સ્થાન જેવી વિગતોની ખાતરી કરવામાં આવી નથી. ઘણા યુઝર્સે હાસ્યપૂર્ણ ટિપ્પણીઓ સાથે પ્રતિક્રિયા આપી, જ્યારે કેટલાકે અજાણતા દુલ્હાને પોતાનો નિર્ણય લેવામાં મદદ કરવા માટે ડીજેની પ્રશંસા કરી.
જ્યારે અન્ય લોકોએ મજાકમાં કહ્યું કે તેણે ગીતને વધુ ઉંડાણથી સાંભળી લીધું. એક અન્યએ લખ્યું- ઓછામાં ઓછી બે જિંદગી બરબાદ કરતા પહેલા તેનો અહેસાસ તો થયો. બીજાએ લખ્યું- જ્યારે તમારી પાસે વાસ્તવિક જીવનનો ડ્રામા છે તો રણબીર કપૂરની શું જરૂર છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે