હરિયાણાના રેવાડીમાં ગઈકાલે રાત્રે કેટલાક બદમાશો એક પરિવારના ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યાં, તેમણે ગન પોઈન્ટ પર નણંદ-ભાભીના કપડા ઉતરાવીને છેડતી કરી અને વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમના પતિને છરી બતાવીને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. મહિલાઓને શાંત કરવા માટે બાળકોને પણ ઉંધા લટકાવી દેવામાં આવ્યા હતા.
લગભગ અઢી કલાક સુધી બદમાશોએ બોક્સ અને કબાટના તાળા તોડવાની સાથે સાથે ઘરનું ભોયતળિયું પણ ખોદી નાખ્યું હતું અને 18 લાખની કિંમતના દાગીના કાઢી નાંખ્યા હતા. જતી વખતે તેઓ ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાને પણ તોડીને લઈ ગયા હતા. આ પછી તેનણે ધમકી પણ આપી કે જો પોલીસને કહ્યું તો તે વીડિયો વાયરલ કરી દેશે.
શું છે સમગ્ર મામલો?
રેવાડીના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેમનો પરિવાર હિસારના નરનોંદનો રહેવાસી છે. આ તમામ કેટલાક વર્ષોથી રેવાડીમાં રહે છે. મહિલાએ જણાવ્યું કે 3 એપ્રિલની રાત્રે તે તેમની ભાભી સાથે સૂતી હતી. તેમની સાથે તેમનું બાળક પણ હતું. જીકના બીજા રૂમમાં મહિલાનો પતિ પણ સૂતો હતો.
રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ 7-8 બદમાશો ઘરમાં ઘૂસ્યા હતા અને તે બધા પાસે ચાકુ, પિસ્તોલ અને અન્ય હથિયારો હતા. બદમાશોએ ધમકી આપી હતી કે જો કોઈ અવાજ કરશે તો તેઓ તેમને મારી નાખશે. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે લૂંટારાઓએ બંદૂકની અણી પર મારા અને મારી નણંદના કપડાં બળજબરીથી કઢાવ્યા હતા. જે બાદ નગ્ન હાલતમાં વીડિયો બનાવવામાં આવ્યો હતો. બદમાશોએ તેમની છાતી દબાવી અને તેમના પ્રાઈવેટ પાર્ટને પણ સ્પર્શ કર્યો. તે અમારી સાથે ખૂબ જ અસભ્ય વર્તન કરતા રહ્યા હતા. મહિલાના પતિને માર મારવામાં આવ્યો હતો, તેને બંધક બનાવીને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો હતો.
પોલીસ કરી રહી છે તપાસ
પીડિતાએ આ અંગે રેવાડીના એસપીને ફરિયાદ કરી હતી. પોલીસે તેમની ફરિયાદ પર કાર્યવાહી કરવાને બદલે તેમના પર શંકા કરવાનું શરૂ કર્યું. આ પછી આરોપીઓની ધરપકડ કરવાને બદલે તેમની પૂછપરછ શરૂ કરી.
ડીએસપી ડો. રવિન્દરે જણાવ્યું કે રેવાડીના ચિલ્હાડ ગામની એક યુવતીએ ફરિયાદ કરી હતી કે 3 એપ્રિલની રાત્રે જ્યારે તે સૂતી હતી ત્યારે બદમાશોએ બંદૂકની અણી પર લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત ઘરની મહિલાઓના કપડા ઉતારી, વીડિયો બનાવ્યો અને વાયરલ કરવાની ધમકી પણ આપી. હાલ પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ફરિયાદીના પિતા હરિયાણા પોલીસમાં કામ કરતા હતા, જેમને 2013-2014માં ગેરહાજરીને કારણે બરતરફ કરવામાં આવ્યા હતા. તેમની સામે ચોરીનો કેસ પણ નોંધાયેલો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે