Home> India
Advertisement
Prev
Next

ડોલો-650ના વેચાણ માટે ડોક્ટરોને 1 હજાર કરોડની ભેટ, દાવો સાંભળીને સુપ્રીમ કોર્ટ પણ આશ્ચર્યચકિત

સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી કરતા જજ પણ ચોંકી ગયા છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ડોલો કંપનીએ દવાના પ્રમોશન માટે 1000 કરોડ રૂપિયાની ભેટ આપી. કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. 

ડોલો-650ના વેચાણ માટે ડોક્ટરોને 1 હજાર કરોડની ભેટ, દાવો સાંભળીને સુપ્રીમ કોર્ટ પણ આશ્ચર્યચકિત

નવી દિલ્હીઃ ડોક્ટરોને દવા કંપનીઓ તરફથી મળનારી ભેટને લઈને એક પીઆઈએલની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે જેને સાંભળીને જજ પણ ચોંકી ગયા. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટર ભેટ લઈને દવાની સલાહ  આપે છે, તેણે તે માટે જવાબદાર પણ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે ડોલો-650 જેને હંમેશા તાવમાં આપવામાં આવે છે. કહેવામાં આવ્યું કે આ દવાનું વેચાણ વધારવા માટે ડોક્ટરોને 1 હજાર કરોડની ભેટ આપવામાં આવી. જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેંચે કહ્યુ- આ ખુબ ગંભીર મામલો છે. બેંકે સરકાર પાસે 10 દિવસની અંદર જવાબ માંગ્યો છે. 

fallbacks

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ, આ સાંભળીને સારૂ લાગી રહ્યું નથી. જ્યારે મને કોરોના થયો હતો ત્યારે આ દવા લેવાનું કહેવામાં આવ્યું હતું. આ ખુબ ગંભીર મામલો છે. ફેડરેશન ઓફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવન્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા તરફથી આ અરજી કરવામાં આવી છે. ફેડરેશન તરફથી રજૂ થયેલા વકીલ સંજય પારિકે કહ્યુ, ડોલોએ ડોક્ટરોને 1 હજાર કરોડ રૂપિયાની ફ્રી ભેટ આપી જેથી તેની દવાનું પ્રમોશન થાય. 

તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેઝ (CBDT) એ પણ દરોડા બાદ દાવો કર્યો કે નિર્માતા ઘણા પ્રકારની અનૈતિક ગતિવિધિઓ કરે છે. સીબીડીટીએ કહ્યું હતું કે 300 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી પણ કરવામાં આવી છે. એજન્સીએ કંપનીના 36 સ્થળો પર દરોડા પાડ્યા હતા. 

આ પણ વાંચોઃ આ રોહિંગ્યા મુસ્લિમો કોણ છે, જેના માટે દેશમાં શરૂ થયો હોબાળો, રાષ્ટ્રીય સુરક્ષા માટે શું ખતરો છે?

અરજીમાં કહેવામાં આવ્યું કે જો આ પ્રકારના કામ કરવામાં આવે છે તો ન માત્ર દવાના ઓવર યુઝના કેસ વધશે પરંતુ દર્દીના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડી શકે છે. આ પ્રકારના કૌભાંડથી માર્કેટમાં દવાઓની કિંમત અને મતલબ વગરની દવાઓની પણ સમસ્યા ઉભી થાય છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો કે કોરોના મહામારીના સમયમાં આવી દવાઓનું વધુ પ્રમોશન કરવામાં આવ્યું અને અનૈતિક રીતે માર્કેટમાં સપ્લાય કરવામાં આવી. 

પહેલા પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે આ મામલામાં જવાબ માંગ્યો હતો પરંતુ અત્યાર સુધી એફિડેવિડ દાખલ કરવામાં આવ્યું નથી. કેન્દ્ર તરફથી રજૂ સોલિસિટ જનરલ કેએમ નટરાજે કહ્યુ કે જવાબ લગભગ તૈયાર છે. હવે 29 સપ્ટેમ્બરે આ મામલાની સુનાવણી થવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More