Heavy Rain : ભારત હાલમાં બે વિરોધાભાસી હવામાન પરિસ્થિતિઓ સાથે ઝઝૂમી રહ્યું છે, એક તરફ ગરમી અને હીટવેવ્સ અને બીજી તરફ ભારે વરસાદ, તોફાની પવનો અને હિમવર્ષાએ પરેશાન કર્યા છે. દેશના અડધાથી વધુ ભાગોમાં ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે, જ્યારે બાકીના દેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર હવામાન બદલાઈ રહ્યું છે. એક તરફ લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે 32 થી વધુ જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ચોમાસું ક્યારે આવશે? કયા મહિનામાં સૌથી વધુ વરસાદ આવશે પરેશ ગોસ્વામીએ કરી આગાહી
કાશ્મીર-લદ્દાખમાં તબાહી
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હવામાને ભયંકર રૂપ ધારણ કર્યું છે. રામબનમાં વાદળ ફાટવાથી ચેનાબ નદીમાં પૂર આવ્યું હતું, જેના કારણે અનેક મકાનો અને રસ્તાઓ તબાહ થઈ ગયા હતા. ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ છે અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. લદ્દાખમાં અણધારી હિમવર્ષાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે, વીજળી અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
દક્ષિણ અને મધ્ય ભારતમાં હીટવેવ
રવિવારે મહારાષ્ટ્રનો ચંદ્રપુર જિલ્લો દેશનું સૌથી ગરમ સ્થળ હતું, જ્યાં તાપમાન 44.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. વિદર્ભ, તેલંગાણા, ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટકના ઘણા વિસ્તારોમાં ગરમ પવનો લોકોને પરેશાન કરી રહ્યા છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે.
— RWFC New Delhi (@RWFC_ND) April 20, 2025
આ રાજ્યોમાં વરસાદ અને ગાજવીજ રહેશે
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના 23 થી વધુ રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી તોફાની પવન અને વરસાદ ચાલુ રહેશે. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે.
આ રાજ્યોમાં પડશે વરસાદ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે