Home> Technology
Advertisement
Prev
Next

CNG માં આગ લાગવાની ઘટનાથી બચો, એક્સપર્ટસે આપેલી સલાહ અનુસરશો તો કંઈ નહિ થાય

CNG Car Fire In Summer : ઉનાળામાં સીએનજી કારમાં આગ લાગવાની ઘટનાથી બચવું હોય તો ઓટોમોબાઈલ એક્સપર્ટસની આ સલાહ ખાસ અનુસરો 
 

CNG માં આગ લાગવાની ઘટનાથી બચો, એક્સપર્ટસે આપેલી સલાહ અનુસરશો તો કંઈ નહિ થાય

Car Safety Tips દર્શન રાવલ/અમદાવાદ : ઉનાળામાં વાહનોમાં આગ લાગવાના બનાવ સતત વધી જાય છે. ખાસ કરીને CNG કારમાં આગના બનાવ વધારે બને છે. ત્યારે CNG કારનો વપરાશ કરતા લોકોએ કેટલીક સાવચેતી રાખવી જોઈએ. સાવચેતી રાખવા મુદ્દે એક્સપર્ટસે આપી ખાસ સલાહ.  

fallbacks

રાજકોટમાં CNG કારમાં થયેલા અકસ્માત બાદ ફરી સલામતિનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. CNG કારનો વપરાશ કરતા લોકોએ કેટલાક મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે. ખાસ કરીને આ સમયમાં જ્યારે આગઝરતી ગરમી પડી રહી છે ત્યારે કારમાં આગની ઘટનાઓ પણ વધી રહી છે. ત્યારે ZEE 24 કલાકે આવી ઘટનાઓ અંગે વિસ્તૃત જાણકારી મેળવવા માટે નિષ્ણાંતોની સલાહ લીધી. જેમણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપી છે.  

cng કાર ધારકો કેટલીક બાબતોનું દ્યાન રાખે તો કારમાં આગના બનાવથી બચી શકે છે. Cng કારમાં વધતી આગની ઘટનાને પગલે ઓટોમોબાઈલ એક્સપર્ટ સૌરભ શાહ કહે છે કે, ગરમી દરમિયાન કારમાં આગ લાગવાની ઘટના વધતી હોય છે. Cng કાર ધારકોએ કેટલીક બાબતોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. જો ધ્યાન ન રખાય તો આગની શક્યતા વધે છે. 

zee 24 કલાક સાથે વાત દરમિયાન ઓટોમોબાઇલ એક્સપર્ટ એ આપ્યા કેટલાક સૂચન...

  • ઓથોરાઈઝ cng કીટ ફિટ કરાવી
  • 10 kg ની ટેન્ક હોય તો ફૂલ ન કરાવવી ટેન્ક 1 kg ખાલી રાખવી
  • કોમ્પ્રેસ નેચરલ ગેસ હોય તેથી એર પ્રેસર રાખવા ટેન્ક ખાલી રાખવી
  • લોન્ગ રૂટ પર જાઓ ત્યારે 100 km એ હોલ્ડ કરવો
  • Cng કાર પૂરા દિવસ તડકામાં ના રહે તે ધ્યાન રાખવું અને વિન્ડો થોડી ખુલી રાખવી
  • સમયાંતરે cng નું સર્વિસ અને ટેસ્ટિંગ જરૂરી

કંપની ફીટેડ સીએનજી લો 
નવી ગાડી લેતા હોય તો કંપની ફિટેડ cng જ લો તેનું ખાસ ધ્યાન રાખો. કંપની ફિટિંગના ઇલેક્ટ્રિક કન્ટ્રોલ યુનિટ અંદર જ આવે છે, જ્યારે બહારથી ફિટિંગના અલગ નંખાવું પડે. બહારથી ફિટિંગમાં પાઈપો બહાર દેખાય છે. ફિટિંગ પ્રોપર ન હોય તો આગના કિસ્સા વધી શકે છે. રૂપિયા બચાવવામાં સારું ફિટિંગ અને કંપની ફિટિંગ ન કરો તેવું ન બને તે જોવું પણ જરૂરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More