નવી દિલ્હી: દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આ વખતે પણ વરસાદ કેર વર્તાવી રહ્યો છે. તાજેતરમાં સીઝનના પહેલા વરસાદમાં જ મુંબઈ પાણીથી ડૂબાડૂબ થઈ ગઈ હતી. આજે ફરીથી મુંબઈમાં વરસાદ શરૂ થયો છે. મુંબઈનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલુ છે. આ સાથે જ બપોરે મુંબઈમાં હાઈટાઈડની પણ ચેતવણી જારી કરવામાં આવી છે.
આજ સવારથી જ મુંબઈ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલુ છે. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. કાળા વાદળોના કારણે શહેરની વિઝિબ્લિટી પણ ઓછી થઈ ગઈ છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. આ સાથે જ પરા વિસ્તારોમાં થોડા સમય માટે સારો વરસાદ પડી શકે છે.
જુઓ LIVE TV
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ મુંબઈના કાંઠે અરબ સાગરમાં આજે બપોરે 2.44 વાગે હાઈ ટાઈડની ચેતવણી બહાર પાડવામાં આવી છે. એવી પણ આશંકા વ્યક્ત કરાઈ છે કે જો હાઈ ટાઈડના સમયે મુંબઈમાં વરસાદ થયો તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે