Heavy Rain: દેશના અનેક રાજ્યમાં હવામાન અચાનક બદલાઈ ગયું છે. હવામાન વિભાગ ચેતવણી આપી છે કે આવનાર 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારે વરસાદની સાથે ભારે પવન અને વીજળીના કડાકાની ઘટનાઓ પણ થઈ શકે છે.
ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. મંગળવારે સવારે આસામના ગુવાહાટીમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ ઘૂંટણ સુધી પાણીથી ભરાઈ ગયા હતા. ઝૂ રોડ, નવીન નગર, અનિલ નગર અને જીએસ રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ સાથે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું હતું.
ઉત્તરપૂર્વમાં વાવાઝોડા સાથે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 22 થી 27 એપ્રિલ દરમિયાન આસામ, મેઘાલય, ત્રિપુરા, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદની શક્યતા છે.
23 અને 24 એપ્રિલના રોજ નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
તોફાની પવન ક્યાં ફૂંકાશે?
હવામાનશાસ્ત્રીઓના મતે, ઉત્તર-પશ્ચિમ બિહાર પર રચાયેલ ચક્રવાતી પરિભ્રમણ અને મન્નારના અખાત સુધી વિસ્તરેલું ઉત્તર-દક્ષિણ ટ્રફ આ ખરાબ હવામાન પાછળના મુખ્ય કારણો છે. આ સિસ્ટમોને કારણે, આગામી થોડા દિવસોમાં તોફાન, વરસાદ અને વીજળીના બનાવો વધી શકે છે.
આંધ્રપ્રદેશમાં પણ હવામાન બગડશે
7 દિવસની આગાહી, ક્યારે અને ક્યાં ભારે વરસાદ પડશે?
તારીખ રાજ્ય/વિસ્તાર સંભવિત હવામાન
23-27 એપ્રિલ આસામ, મેઘાલય, અરુણાચલમાં ભારેથી અતિ ભારે વરસાદ
23 એપ્રિલ નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદ અને ગાજવીજ
25 એપ્રિલ મણિપુર, ત્રિપુરામાં ભારે પવન સાથે વરસાદ
23-25 એપ્રિલ કર્ણાટક, આંધ્ર પ્રદેશ વાવાઝોડા સાથે વરસાદ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે