ગોલ્ડના ભાવ રેકોર્ડ લેવલ પર પહોંચ્યા બાદ તેમાં કડાકો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં આ ઘટાડો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાલના નિવેદનો બાદ જોવા મળી રહી છે. તેમના નિવેદનથી રોકાણકારો વચ્ચે ડરનો માહોલ ઘટ્યો છે. ત્યારબાદ સોનાના ભાવ નીચે આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 23 એપ્રિલના રોજ સોનાના ભાવમાં સતત બીજા દિવસે કડાકો જોવા મળ્યો. મંગળવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પહેલીવાર 3500 ડોલર પ્રતિ ઔંસ પાર પહોંચ્યો હતો. પરંતુ બાદમાં તેના ભાવમાં ઘટાડો થયો. બીજી બાજુ એશિયન બજારોમાં પણ સોનાનો ભાવ 1.9% સુધી તૂટ્યો. મંગળવારે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.
વાયદા બજારમાં ભાવ
વાયદા બજાર MCX પર આજે સોનું 1355 રૂપિયાના કડાકા સાથે 95,985 પર ટ્રેડ થતું જોવા મળ્યું જ્યારે ચાંદી 212 રૂપિયા નબળી થઈને 95,667 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
વિદેશ બજારમાં હાજર સોનું 0.7 ટકા તૂટીને 3,357.11 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યું. અમેરિકી સોનાનો વાયદો 1.5% તૂટીને 3,366.80 ડોલર પર આવી ગયો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનામાં આજે 2,700 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને સોનું 95,784 રૂપિયાના ભાવે પહોંચ્યું છે. જે કાલે કડાકા સાથે 98,484 રૂપિયાના સ્તરે ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં 508 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ 96,115 રૂપિયા પર પહોંચ્યો છે. જે કાલે 95,607 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થયો હતો.
#Gold and #Silver Opening #Rates for 23/04/2025
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/dgi8b4qfz9
— IBJA (@IBJA1919) April 23, 2025
સોનાના ભાવ કેમ તૂટ્યા?
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું મંગળવારે 3500.10 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ લેવલ પર પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ રોકાણકારોએ નફો કમાવવાનો શરૂ કરી દીધો. બજારમાં રિસ્ક લેવાની ઈચ્છા વધી, શેર બજારમાં તેજી જોવા મળી અને બોન્ડ તથા ડોલર સ્થિર થઈ ગયા. તેનાથી સોનાની માંગણીમાં ઘટાડો જોવા મળ્યો. એપ્રિલ મહિના દરમિયાન સોનાના ભાવમાં ઘણી તેજી જોવા મળી. છેલ્લા 14 દિવસના રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (RSI) થી જાણવા મળ્યું છે કે સોનું 'ઓવરબોટ' થઈ ગયું હતું. એટલે કે તેની કિંમત કઈ વધારે જ વધી ગઈ હતી. આવામાં કિંમતો નીચે આવવી સ્વાભાવિક છે.
ટ્રમ્પના નિવેદનથી બદલાયો માહોલ
સોનાના ભાવમાં તેજીનું મોટું કારણ ટ્રમ્પની કડક વેપાર નીતિઓ, જિયો પોલીટિકલ ટેન્શન અને અમેરિકી ઈકોનોમી અંગે ચિંતાઓ હતી. પરંતુ મંગળવારના રોજ ટ્રમ્પે થોડા નરમ નિવેદનો આપ્યા. તેમણે કહ્યું કે તેઓ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલથી નારાજ છે. કારણ કે તેમણે વ્યાજ દરો જલદી ઘટાડ્યા નહીં. પરંતુ ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ પોવેલને હટાવવાની યોજના બનાવતા નથી. તેનાથી રોકાણકારોનો ભરોસો બજાર પર વધ્યો. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ચીનથી આયાત થનારા માલ પર લાગતો 145% ટેરિફ ઘણો ઘટી જશે. ટ્રમ્પના આ નિવેદનથી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરનો ડર પણ ઓછો થયો જેના કારણે સોનાની માંગણીમાં ઘટાડો થવા લાગ્યો.
સોનાના ભાવ હજુ પણ હાઈ લેવલ પર
છેલ્લા બે દિવસમાં સોનાના ભાવ નીચે આવ્યા છે પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં 25% થી વધુનો વધારો થયો છે. વેપારી તણાવ અને ગ્લોબલ ઈકોનોમીની ખરાબ સ્થિતિએ સોનાને સુરક્ષિત રોકાણ બનાવ્યું. કેન્દ્રીય બેંકો અને ગોલ્ડ બેક્ડ એક્સચેન્જ- ટ્રેડેડ ફંડ (ETF) રોકાણકારોની મજબૂત ખરીદીએ પણ સોનાની કિંમતને સપોર્ટ કર્યો.
સોનાનું ભવિષ્ય શું
સોનાના ભાવમાં આ ઘટાડો હંગામી હોઈ શકે છે. જાણકારોનું કહેવું છે કે જો ટ્રમ્પની પોલીસીમાં ફરીથી ફેરફાર થયો કે ગ્લોબલ ટેન્શન વધ્યું તો સોનાના ભાવ ફરીથી વધી શકે છે. કેન્દ્રીય બેંકોની ખરીદી અને રોકાણકારોનો ભરોસો હજુ પણ સોનાના પક્ષમાં છે. પરંતુ જો અમેરિકા અને ચીન વચ્ચે વેપારી સંબંધો સુધરે તો તેનાથી આવનારા સમયમાં સોનાના ભાવ પર દબાણ જોવા મળી શકે છે.
રોકાણકારો માટે સલાહ
રોકાણકારોને સલાહ આપવામાં આવી રહી છે કે બજાર પર નજર રાખો. સોનાના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી શકે છે. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા હોવ તો ઘટાડો ખરીદીનો મોકો બની શકે છે. પરંતુ શોર્ટ ટર્મ માટે રોકાણ કરનારાઓએ સાવધાની વર્તવી જોઈએ. ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતાના કારણે સોનાના ભાવ ફરીથી ઉપર જઈ શકે છે.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે