Home> India
Advertisement
Prev
Next

પતંજલિનું ઓર્ગેનિક અભિયાન પર્યાવરણ અને ગ્રાહકોને એકસાથે કેવી રીતે ફાયદો કરાવી રહ્યું છે?

Patanjali Organic Farming:પતંજલિ ઓર્ગેનિક ફાર્મિંગનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક ખેતીના નુકસાનને ઘટાડવાનો અને કુદરતી પદ્ધતિઓ દ્વારા ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. તે જમીનની ફળદ્રુપતાને પુનર્જીવિત કરવા અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
 

 પતંજલિનું ઓર્ગેનિક અભિયાન પર્યાવરણ અને ગ્રાહકોને એકસાથે કેવી રીતે ફાયદો કરાવી રહ્યું છે?

Patanjali News: પતંજલિનું માનવું છે કે સાચો વિકાસ ત્યારે છે જ્યારે આપણે સાથે-સાથે પ્રકૃતિનું ધ્યાન રાખીએ. કારણ કે તેનો ઉદ્દેશ્ય માત્ર બિઝનેસ કરવાનો નહીં, પરંતુ એવું કામ કરવાનો છે જેનાથી ધરતી અને આવનારી પેઢીને પણ ફાયદો થાય. પર્યાવરણને નુકસાન ન પહોંચે, તે માટે પતંજલિએ ઘણા શાનદાર પગલા ભર્યાં છે. જેમ કે ગ્રીન પહેલ, ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવું અને ઇકો-ફ્રેન્ડલી રીત અપનાવવી. કારણ કે પતંજલિ માટે સ્થિરતા દેખાડો નહીં, પરંતુ તેના કામ કરવાની રીત અને વિચારનો એક જરૂરી ભાગ છે. તેનું વિઝન છે એવી દુનિયા બનાવવાનું જ્યાં લોકો નેચરની સાથે તાલમેલથી રહે અને આયુર્વેદ જેવી નેચરલ પરંપરાથી સારૂ સ્વાસ્થ્ય મેળવે.

fallbacks

પતંજલિ આયુર્વેદે પોતાની ઓર્ગેનિક પ્રોડક્ટ્સ અને નેચરલી ફાર્મિંગ દ્વારા ન માત્ર લોકોના સ્વાસ્થ્યને સારૂ કર્યું છે, પરંતુ પર્યાવરણને પણ બચાવવાનું કામ કર્યું છે. કંપની કેમિકલ-ફ્રી ખેતીને પ્રોત્સાહન આપી, ખેડૂતોને ટ્રેનિંગ આપી અને ઈકો-ફ્રેન્ડલી પેકેજિંગ અપનાવી ધરતીને સારૂ બનવાનું કામ કરી રહી છે.

કેમિકલ ફાર્મિંગથી છૂટકારો
પતંજલિએ ઓર્ગેનિટ ફાર્મિંગ પદ્ધતિ અપનાવી છે, જેનાથી ખેતરમાં કેમિકલવાળા ખાતર અને કીટનાશકનો ઓછો ઉપયોગ થઈ રહ્યો છે. તેનાથી માટીની સ્થિતિ સુધરી રહી છે અને પાણી પણ ઓછું ખરાબ થઈ રહ્યું છે. હવે ખેડૂત છાણનું ખાતર અને દેશી રીતે બનેલી મેડિસિનનો ઉપયોગ કરી રહ્યાં છે, જેનાથી પાકમાં કોઈ નુકસાનકારક કેમિકલ જતું નથી. તેનો ફાયદાથી ન માત્ર ધરતીને રાહત મળે છે, પરંતુ લોકોને સ્વસ્છ અને સ્વાસ્થ્યપ્રદ ભોજન મળે છે.

કુદરતી ઉત્પાદનોનો પ્રચાર
પતંજલિના ઉત્પાદનો જેમ કે આયુર્વેદિક દવાઓ, ઓર્ગેનિક ખાદ્ય પદાર્થો અને કુદરતી ત્વચા સંભાળની વસ્તુઓ રસાયણમુક્ત છે. તેમને બનાવવામાં કુદરતી સામગ્રીનો ઉપયોગ થાય છે. આ પ્લાસ્ટિક અને હાનિકારક રસાયણોનો કચરો ઘટાડે છે. ગ્રાહકોને આ ઉત્પાદનોનો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય લાભ મળે છે, અને પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. આ ઉપરાંત, કંપનીએ તેના ઉત્પાદનોના પેકેજિંગમાં બાયોડિગ્રેડેબલ સામગ્રીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંનેને ફાયદો
પતંજલિની ઓર્ગેનિક ચળવળ લોકો અને ધરતી, બંને માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. એક તરફ ગ્રાહકોને કેમિકલ ફ્રી અને તાજી વસ્તુ મળી રહી છે, બીજીતરફ માટી અને પાણીની સફાઈ થઈ રહી છે. તેનાથી ખેડૂતોની આવક વધી છે અને પર્યાવરણને પણ રાહત મળી રહી છે. આ રીત હવે ભારતમાં એક સારૂ અને ટકાઉ મોડલ બની ગયું છે.

ઓર્ગેનિક વસ્તુને માર્કેટમાં યોગ્ય રીતે વેચવી અને લોકો સુધી પહોંચાડવામાં હજુ થોડી મુશ્કેલી છે, પરંતુ પતંજલિનું વિશ્વાસપાત્ર નામ અને સીધી ગ્રાહકો સાથે જોડાવાની નીતિથી આ સમસ્યાનો ધીમે-ધીમે ઉકેલ આવી રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More