Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના 10 જિલ્લામાં કોરોનાની એન્ટ્રી, ત્રણ દિવસમાં અચાનક વધી ગયા કેસ

Gujarat Corona Cases : ગુજરાતમાં કોરોનાના કેસમાં ત્રણ દિવસમાં થયો બમણો વધારો.. ગુજરાતમાં કોરોનાના હાલ 223 એક્ટિવ કેસ... અમદાવાદમાં સૌથી વધુ 145 કોરોનાના કેસ
 

ગુજરાતના 10 જિલ્લામાં કોરોનાની એન્ટ્રી, ત્રણ દિવસમાં અચાનક વધી ગયા કેસ

Corona Update : ગુજરાતમાં ત્રણ દિવસમાં કોરોનાના કેસ બમણો વધારો થયો છે. આરોગ્ય વિભાગના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો, ગુજરાતના 10 જિલ્લાઓમાં કોરોના પહોંચી ગયો છે. 

fallbacks

ગુજરાતમાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાના 109 દર્દીઓ હતા. ગુરુવારે સાંજ સુધીમાં આ આંકડો વધીને 223 થઈ ગયો છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ છે. કોરોનાના જે કેસ નોંધાઈ રહ્યા છે, તેમના સેમ્પલ લઈને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. સાથે જો કોઈને શંકાસ્પદ લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ અંગેની તાજેતરની માહિતી (30 મે 2025 સુધી) અનુસાર, રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 223 છે, અને અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. હાલ ગુજરાતમાં કોરોનાના 223 એક્ટિવ કેસ થઈ ગયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 145 કેસ અને રાજકોટમાં 23 કેસ છે. 223માંથી 11 દર્દીઓની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

કયા જિલ્લામાં કેટલા કેસ

  • અમદાવાદ: 145 એક્ટિવ કેસ  
  • રાજકોટ: 23 એક્ટિવ કેસ
  • જામનગર: 10 એક્ટિવ કેસ
  • મહેસાણા: 6 એક્ટિવ કેસ
  • ગાંધીનગર: 5 એક્ટિવ કેસ
  • ભાવનગર: 2 એક્ટિવ કેસ  
  • સુરત:  યુવતી અને 73 વર્ષના વૃદ્ધ  
  • બનાસકાંઠા: 2 પોઝિટિવ કેસ
  • કડી: 1 એક્ટિવ કેસ
  • વલસાડ - 1 એક્ટિવ કેસ 

કોરોનાનુ સંક્રમણ વધ્યું 
સુરત શહેરમાં એક જ દિવસમાં વધુ 4 કોરોના પોઝિટિવ આવ્યા છે. અઠવાડિયામાં કુલ 9 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 9 કેસ નોંધાયા છે. તમામ કેસ સગરામપુરા, ગોડાદરા, રામનગર, ઉધના-મગદલ્લા રોડના હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરમાં ફરી બિલ્લી પગે પ્રવેશી રહેલો કોરોના ધીમે ધીમે ફેલાવા માંડ્યો છે. ત્યારે હજી કોઈ ગાઈડલાઇન આવી નથી. ગુરુવારે વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોનાના કુલ 9 કેસ નોંધાતા મેયર દક્ષેશ માવાણીએ આરોગ્ય તંત્રને તકેદારીના તમામ પગલાં ભરવા માટે સૂચના આપી. નાગરિકોને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા તેમજ જવાનું થાય તો માસ્ક અચૂક પહેરવા માટે અનુરોધ કર્યો. 

અમદાવાદમાં નવજાત બાળક પોઝિટિવ 
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે. જેમાં કોરોના પોઝિટિવ નવજાત બાળકને NICU માં રખાયું છે. બાળક ઓક્સિજનની મદદથી સારવાર હેઠળ છે. ગત સપ્તાહે બાળકની માતા કોરોના પોઝિટીવ થઈ હતી. જોકે, હાલ બાળકની માતાનો રિપોર્ટ નેગેટિવ છે. અસારવા સિવિલમાં પણ કોરોનાના ત્રણ કેસ નોંધાયા છે. 8 મહિનાની બાળકીનો કેસ પોઝિટિવ છે. બાળકીને ઘણીબધી જુદી જુદી કોમોર્બોટીઝ છે. અન્ય બીમારીની સારવાર લેવા આવેલી બાળકીનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. હાલ બાળકી PICU માં દાખલ છે. 

રાજકોટમાં કોરોનાનો રાફડો ફાટ્યો  
રાજકોટ શહેરમાં કોરોનાનો કેર વધુ એક વખત યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં છેલ્લા એક પખવાડિયામાં 19 જેટલા કોરોનાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જોકે મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં અગાઉની માફક લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે. તેમજ ડાયાબિટીસ તેમજ કેન્સર સહિતના દર્દીઓને સાવચેત રહેવાની પણ જરૂર છે. તો સાથો સાથ ગર્ભવતી મહિલાઓ તેમજ બાળકને સ્તનપાન કરાવનારી માતાઓ તેમજ નાના બાળકોએ પણ હાલ સાવચેત રહેવાની જરૂર છે. વિદેશ ઉપરાંત સ્થાનિકોમાં પણ હાલ નવા વેરીએન્ટના લક્ષણ જોવા મળી રહ્યા છે. દર્દીઓએ હાલના સંજોગોમાં ભીડભડવાળા વિસ્તારમાં જવું ન જોઈએ. કોઈપણ વ્યક્તિને શરદી કે ઉધરસ અથવા તો તાવ જણાય તો તાત્કાલિક અસરથી ડોક્ટરની સલાહ લેવી જોઈએ. હાલ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ સંક્રમિત વ્યક્તિના ઘરે જઈને તેમની સારવાર પણ કરી રહી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટમાં કોરોનાનો જે પ્રથમ કેસ નોંધાયો હતો. તે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું હતું.

વલસાડમાં કોરોનાની એન્ટ્રી
વલસાડ જિલ્લામાં ફરી વખત કોરોનાએ એન્ટ્રી કરી છે અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાયો છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા વાપીના એક વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. જિલ્લામાં કોરોનાનો પ્રથમ એક્ટિવ કેસ નોંધાતા જ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કેસને લઈ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જો આગામી સમયમાં કેસની સંખ્યા વધે તો દર્દીઓની સારવાર માટે પણ આરોગ્ય વિભાગે તૈયારી કરી છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ સાથે જ લોકોને સાવચેત રહેવાના પણ સૂચનો કરવામાં આવી રહ્યા છે. દવાખાનાઓમાં શંકાસ્પદ લાગતા દર્દીઓના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા અને તાલુકાના તમામ હેલ્થ સેન્ટરની ટીમોને એલર્ટ કરવામાં આવી છે. આ સાથે જ હોસ્પિટલોમાં ટેસ્ટિંગ કીટ અને સારવાર માટે દવાઓનો પૂરતો જથ્થો પણ પૂરતો તૈયાર રાખવામાં આવ્યો છે. કેસો વધે તો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગે પૂરી તૈયારી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More